Help & Support   |   Register Now   |   Login Now     

પંજાબના ભૂતપૂર્વ DGP સુપરકોપ કેપીએસ ગિલનું નિધન. પંજાબમાં આતંકવાદને સમાપ્ત કરવામાં તેમની મહત્વની ભૂમિકા હતી.

ઇફકોના જોઈન્ટ એમડી રાકેશ કપૂરને ઇન્ટરનેશનલ ફર્ટીલાઈઝર એસોસિએશન (IFA)ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં એઈમ્સની આધારશિલા મુકી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ - અરૂણાચલ પ્રદેશને જોડતા ભારતના સૌથી લાંબા એવા ઢોલા - સદિયા (ભુપેન હઝારીકા) બ્રિજનું બ્રહ્મપુત્ર નદી પર ઉદઘાટન કર્યું.

નાસ્કોમે પ્રથમ વખત વિશેષ રૂપે એસએમઈ પરિષદની રચના કરી. કમલ અગ્રવાલને પ્રથમ એસએમઈ પરિષદના ચેરમેન ચૂંટવામાં આવ્યા.

એચડીએફસી દુનિયાની દસ ટોચની કન્ઝ્યુમર ફાયનાન્સ આપનાર કંપનીઓમાં એક માત્ર ભારતીય કંપની. અમેરિકન એક્સપ્રેસ પ્રથમ સ્થાને.

ટ્રીપ એડવાઈઝર અનુસાર દુનિયાનાં દસ ટોચનાં દર્શનીય સ્થળોમાં ભારતનો તાજમહેલ ત્રીજા સ્થાને. કમ્બોડિયાનું અંગોર વાટ ટોચ પર.

નેપાળના વડાપ્રધાન પુષ્પા કમલ દહલે (પ્રચંડ) પોતાની પાર્ટી અને સત્તાધારી નેપાળી કોંગ્રેસ પાર્ટી વચ્ચેના પાવર-શેઅરીંગ અગ્રીમેન્ટને માન આપીને પોતાના પદેથી રાજીનામું આપ્યું.

ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને સીએટ ક્રિકેટ રેટિંગ આંતરરાષ્ટ્રીય એવોર્ડ 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઓફ ધ યરનો પુરસ્કાર જીત્યો.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દ્વારા મુંબઈને 31,700 લોકો/વર્ગ કિ.મી. સહિત દુનિયાના બીજા સૌથી ગીચ વસતીવાળા શહેરનું સ્થાન આપવામાં આવ્યું.