Help & Support   |   Register Now   |   Login Now     

યુરોપિયન સાઉધર્ન ઓબ્ઝર્વેટરી દ્વારા દુનિયાનું સૌથી મોટું ઓપ્ટીકલ અને ઈન્ફ્રારેડ દૂરબીન ચિલીમાં બનાવવામાં આવી રહ્યું છે. આમાં મુખ્ય દર્પણનો વ્યાસ 39 મીટરનો છે.

ભારત તથા મોરેશિયસે સમુદ્રી સુરક્ષા, સમુદ્રી વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ચાર સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા.

સ્વિડિશ વ્યંગ્યાત્મક ફિલ્મ ‘ધ સ્ક્વેર’ને કેન્સ ફિલ્મોત્સવનો ટોચનો પુરસ્કાર પામ ડી’ઓર આપવામાં આવ્યો.

31 મે : વર્લ્ડ નો ટોબેકો ડે : 1988માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આના માટે એક સંકલ્પ પસાર કર્યો હતો.

સૈયદ ગય્યૂર-ઉલ-હસન રિઝવીએ રાષ્ટ્રીય લઘુમતી પંચના અધ્યક્ષનો પદભાર સંભાળ્યો.

બાર્સેલોનાએ કોપ ડેલ રેનો ખિતાબ જીત્યો.

પી વી સિંધૂ BWF એથ્લીટ આયોગની સભ્ય બની.

લેનિન મોરેનોએ ઇક્વાડોરના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

30 મે : ગોવા દિવસ. ગોવા 30 મે, 1987ના રોજ ભારતીય સંઘનું 25મું રાજ્ય બન્યુ હતું.

અનુરાગ ત્રિપાઠી CBSE સચિવ નિયુક્ત.