Help & Support   |   Register Now   |   Login Now     

ફ્લિપકાર્ટે લિંક્ડઇન દ્વારા ભારતમાં કામ કરવા માટે ટોચની કંપનીઓની યાદીમાં સતત બીજી વખત સ્થાન મેળવ્યું.

રિલાયન્સ જીઓને ટીએમ ફોરમનો ‘ડિજીટલ સર્વિસ ઇનોવેટર ઓફ ધ યર એવોર્ડ-2017’ એનાયત.

જાપાનની સોફ્ટબેંકે પેટીએમમાં 9,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ.

મુંબઈ ઇન્ડિયન્સે રાઈઝિંગ પુણે સુપર જાયન્ટને હરાવીને આઈપીએલ 10નો ખિતાબ જીત્યો અને ત્રીજી વખત આઈપીએલ ચેમ્પિયન બની.

સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી હર્ષ વર્ષનને પર્યાવરણ મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો.

ગ્રેમી પુરસ્કાર વિજેતા રોક સીંગર ક્રીસ કોર્નલનું નિધન થઇ ગયું.

સંજય ગુબ્બી અને પૂર્ણિમા બર્મન ભારતમાં જાનવરો અને પક્ષીઓના સંરક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ વ્હિટલી એવોર્ડ્સથી સન્માનિત.

ફોક્સ ન્યુઝના સહ-સંસ્થાપક રોજર એલેસનું નિધન.

ભારતીય મૂળના કાઉન્સિલર ફિલિપ અબ્રાહમ બ્રિટનના લોહટન શહેરના મેયર ચૂંટાયા.

22 મે : આંતરરાષ્ટ્રીય જૈવ-વિવિધતા દિવસ. તેને ‘વિશ્વ જૈવ-વિવિધતા સંરક્ષણ દિવસ’ પણ કહેવાય છે.