Help & Support   |   Register Now   |   Login Now     

ગુજરાત યુનિવર્સીટીની ટેનિસ ટીમે ભુવનેશ્વર, ઓરિસ્સામાં ચાલી રહેલા પ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો.

જામનગરમાં લાખોટા તળાવ ખાતે રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલી અંતર્ગત બાળકો માટે દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું.

ભારત સરકારના રીજ્યનલ આઉટરીચ બ્યુરો દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગના સહયોગથી ગાંધીનગર ખાતે મિશન ઇન્દ્રધનુષ-ટુ અંતર્ગત લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

સમગ્ર દેશમાં નોંધાયેલા સ્ટાર્ટ અપ ઉદ્યોગ સાહસિક એકમમાં 43 ટકાથી વધુ ગુજરાતમાં નોંધાયા છે.

3 માર્ચ: વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે.

શિક્ષણ રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવેના નેતૃત્વ હેઠળના પ્રતિનિધી મંડળે કેન્યા, યુગાન્ડા અને ઝિમ્બામ્વેમાં રોડ શો યોજ્યો.

SEBIના અધ્યક્ષ અજય ત્યાગીનો કાર્યકાળ 6 મહિના માટે વધારાયો.

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને છઠ્ઠા ભારત વિચાર સંમેલનમાં રાજનીતિ માટે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી પુરસ્કાર-2020 આપવામાં આવ્યો.

મુંબઈ એરપોર્ટમાં વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બેઝ્ડ ટેમ્પરેચર-કંટ્રોલ્ડ ફેસિલીટી ધરાવતું અને ફુલ્લી ઓટોમેટેડ ‘એક્સ્પોર્ટ કોલ્ડ ઝોન’ શરૂ.

નર્મદા સ્થિત કેવડિયા કોલોની ખાતે ઇન્ડીયા ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય ઇન્ડીયા આઇડીયાઝ કોન્કલેવ યોજાઈ.