Help & Support   |   Register Now   |   Login Now     

પેક્કા લુનમાર્ક નોકિયાના નવા પ્રેસિડેન્ટ અને CEO નિયુક્ત.

દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપમાં નોવાક જોકોવિચે મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીત્યું.

સેન્ટર ફોર મોનિટરરિંગ ઇન્ડિયન ઈકોનોમીના રિપોર્ટ મુજબ ફેબ્રુઆરીમાં બેકારી દર વધીને 7.78% થયો, જે ચાર મહિનાની ટોચે છે.

રાફેલ નડાલે મેક્સિકન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો, જ્યારે હીથર વાટસને વિમેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો.

ટોક્યો મેરેથોનમાં ઇથોપિયાના બીરહનુ લગેસેએ મેન્સ કેટેગરીમાં તથા ઇઝરાયેલની લોનાહ ચેમ્તઈ સલ્પેટરે વિમેન્સ કેટેગરીમાં જીત મેળવી.

ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં પંજાબ યુનિવર્સિટી કુલ 46 (17 ગોલ્ડ, 19 સિલ્વર અને 10 બ્રોન્ઝ) સાથે ચેમ્પિયન બની.

ઇન્ડિયન એરફોર્સે ‘માર્શલ ઓફ ધ એર ફોર્સ અર્જનસિંહ ચેર ઓફ એકસેલન્સ’ની સ્થાપના માટે સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટી સાથે સમજૂતી કરી.

19મી વર્લ્ડ પ્રોડક્ટિવીટી કોંગ્રેસ (જે ઉત્પાદકતા વિકાસ માટે દુનિયાનું સૌથી મોટું સંમેલન ગણાય છે) 45 વર્ષો બાદ ભારતમાં (બેંગલુરુમાં) યોજાશે.

ડાંગ દરબાર અગાઉ યોજાતા ગ્રામીણ ઓલમ્પિકનો પ્રારંભ.

ગુજરાતના વીજ ગ્રાહકોએ સોલાર રૂફટોપ યોજના માટે સૌથી વધુ નોંધણી કરાવીને દેશભરમાં સૌથી વધુ નોંધણીનો રેકોર્ડ બનાવ્યો.