Help & Support   |   Register Now   |   Login Now     

દયાપાત્રા નેવતિયા L&Tની IT કન્સલ્ટિંગ કંપની માઈન્ડટ્રી લિ.ના COO નિયુક્ત.

કેન્દ્રએ મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યને પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્ર (ઇકો-સેન્સિટીવ ઝોન) ઘોષિત કર્યુ. આ ગંગા ડોલ્ફિન અને ઘડીયાલ માટે જાણીતું છે.

Crack GPSC એપ દ્વારા અભ્યાસ/જોબ/અપડાઉન સાથે સરળતાથી અને ઘરે બેઠાં બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી સાથે. ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

ભારત સરકારે વિશ્વ ધરોહર સૂચિ-2020 માટે દખ્ખણ સલ્તનત અને ગુજરાતનું ધોળાવીરા એમ બે સ્થળોનું નામાંકન આપ્યું.

ઇન્દોરના મહુ સ્થળે દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું ઇન્ફન્ટ્રી (પગપાળા સેના) મ્યુઝિયમ બનશે.

ઋષિકેશમાં આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ યોજાયો.

OECD (ઓર્ગેનાઈઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ)એ 2020-21 માટે ભારતના GDPના અંદાજિત દરને 6.2%થી ઘટાડીને 5.1% કર્યો.

પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતો નાનકડો હંગામી ચંદ્ર ‘2020-CD-3’ મળી આવ્યો.

હરિયાણાના રાખીગઢી સ્થળને પ્રમુખ પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે. આ ગામ હડપ્પા સંસ્કૃતિનું સૌથી મુખ્ય અને સૌથી મોટા સ્થળોમાંનું એક છે.

ગુજરાત રેલવે પોલીસ દ્વારા 'સુરક્ષિત સફર' મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ. આ એપ્લિકેશનથી પ્રવાસ કરનાર મુસાફરોને મુસાફરી દરમિયાન પડતી મુશ્કેલીઓનું ઝડપથી સાનુકૂળ નિરાકરણ મળી રહેશે.