Help & Support   |   Register Now   |   Login Now     

ઉમિયાધામ: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુરમાં દુનિયાનું સૌથી ઉંચુ મંદિર બનશે. 431 ફૂટ ઉંચા મંદિરનું 100 વીઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

WHOએ કોરોના વાયરસનું રિસ્ક લેવલ હાઈથી વધારીને હાયર કર્યું.

મુહીદ્દીન યાસીન મલેશિયાના વડાપ્રધાન ચૂંટાયા.

કેરળના કોચ્ચિ શહેરમાં ભારતની પ્રથમ કોમર્શિયલ LNG (લિક્વિફાઈડ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) બસ સેવા શરૂ. આ બસ એક જ ફીલિંગમાં 900 કિ.મી.ની મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે.

ઓનલાઈન પેમેન્ટ પ્રોસેસર વર્લ્ડલાઈન ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ 2019માં સૌથી વધુ ડિજિટલ લેવડદેવડ બાબતે બેંગલુરુ પ્રથમ ક્રમે, ત્યારબાદ ચેન્નઈ, મુંબઈ અને પુણે.

ભારતીય રેલવેએ પશ્ચિમ બંગાળના આસનસોલ રેલવે સ્ટેશન પર પોતાનું પ્રથમ ‘રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ’ શરૂ કર્યુ.

1 માર્ચ: શૂન્ય ભેદભાવ દિવસ. UNAIDS બાદ UNએ પ્રથમ વખત 2014માં 1 માર્ચના રોજ આ દિવસ ઉજવ્યો.

1 માર્ચ: વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે.

મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સમક્ષ મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો અપાવવા પ્રસ્તાવ મુક્યો. હાલમાં તમિલ, તેલુગુ, સંસ્કૃત, કન્નડ, મલયાલમ, ઓડિયા છ ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત છે.

અભિષેક સિંહ વેનેઝુએલામાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત.