Help & Support   |   Register Now   |   Login Now     

ઉત્તરપ્રદેશના અમેઠીમાં ક્લાશનિકોવ રાઈફલ્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદઘાટન. આ સુવિધા ભારત-રશિયા રાઈફલ્સ પ્રા. લિ. દ્વારા સ્થાપવામાં આવી.

‘BCG-IBA રિપોર્ટ-ઈઝ રિફોર્મ્સ ફોર પબ્લિક સેક્ટર બેંક્સ’ મુજબ ‘રોફોર્મ્સ એજન્ડા’ના અમલીકરણ માટે પંજાબ નેશનલ બેંક પ્રથમ સ્થાને.

૩ માર્ચ: વિશ્વ વન્યજીવ દિવસ. 2019નો વિષય - પાણીની નીચે જીવન: લોકો અને ગ્રહ માટે.

ભરૂચમાં વિકલાંગ વ્યક્તિઓના વિભાગ (DEPwD) દ્વારા 8 કલાકમાં 260 દિવ્યાંગજનોને ‘આધુનિક કૃત્રિમ પગ’ ઇમ્પ્લાન્ટ કરીને ‘7મો ગિનીસ રેકોર્ડ’ બનાવાયો.

ગુજરાતમાં ‘દીનદયાલ વિકલાંગ પુનર્વાસ યોજના’ (DDRS) પર એક રાષ્ટ્રીય સંમેલન યોજાયું.

યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેન પર પ્રતિબંધ મૂક્યો.

નાણામંત્રી અરુણ જેટલીએ ‘મન કી બાત-રેડિયો પર એક સામાજિક ક્રાંતિ’ નામના પુસ્તકનું વિમોચન કર્યું. ‘મન કી બાત’ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીનાં 50 સંસ્કરણોનું સંકલન છે.

રાજીવ દયાલ માથુર ઇસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ નિયુક્ત.

એર માર્શલ રઘુનાથ નામ્બિયાર ભારતીય વાયુ સેવાના વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે નિયુક્ત.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે પોતાની સિદ્ધિઓ માટે ઓડીસા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (OSDMA)એ SKOCH એવોર્ડ 2018 જીત્યો.