Help & Support   |   Register Now   |   Login Now     

મૈકે સેલ સેનેગલના રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત ચૂંટાયા.

પી. કે. બેજબરુઆ ટી બોર્ડના અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત.

હેમંત ભાર્ગવ IDBI બેંકના નોન-એક્ઝિક્યુટીવ અને નોન-હોલ ટાઈમ અધ્યક્ષ નિયુક્ત.

અમેરિકન ઇન્સ્ટીટયુટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ દ્વારા DRDOના પ્રમુખ જી. સતેશ રેડ્ડીને ભારતીય મિસાઈલ કાર્યક્રમોમાં નેતૃત્વ માટે મિસાઈલ સિસ્ટમ એવોર્ડ-2019.

કે. એલ. રાહુલ ICC ટી20 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની રેન્કિંગમાં ટોપ 10 બેટ્સમેનમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સાયન્સ પ્રોજેક્ટ્સને નાણાકીય સહાય આપવા STARS (સ્કીમ ફોર ટ્રાન્સલેશનલ એન્ડ એડવાન્સ્ડ રિસર્ચ ઇન સાયન્સ) યોજના શરૂ કરી.

BSF અને બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ (BGB) વચ્ચે ત્રિપુરા-બાંગ્લાદેશ બોર્ડર પર ‘મૈનામતી મૈત્રી અભ્યાસ-2019’ યોજાયો.

સરકારે ઝારખંડમાં અદાણી પાવરના 14,000 કરોડ રૂપિયાના SEZ પ્રોજેક્ટને મંજુરી આપી. આ ઉત્પાદિત વીજળીને બાંગ્લાદેશમાં નિકાસ કરશે.

ભારત સરકારે સ્ટુડેંટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI) પર પ્રતિબંધની સીમા વધારી. ગૃહ મંત્રાલયે SIMIને ગેરકાયદેસર ઠરાવી.

8મી વાર દુબઈ ટેનિસ ઓપન જીતીને રોજર ફેડરરે કરિયરનો 100મો ખિતાબ જીત્યો. ફેડરર અમેરિકન જિમી કોનર્સ બાદ 100 સિંગલ્સ ખિતાબ જીતનાર બીજો ખેલાડી.