Help & Support   |   Register Now   |   Login Now     

અભિનેત્રી સારા અલી ખાન સ્માર્ટફોન બ્રાન્ડ વિવોની આગામી Y-સિરીઝ સ્માર્ટફોન માટે ‘ચીફ સ્ટાઈલ આઇકન’ નિયુક્ત.

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા ક્રિકેટર ઓલી રોબિન્સનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. તેને 2012-13ના એક જાતીવાદી ટ્વીટ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા.

સંજીવ નંદન સહાય પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB)ના અધ્યક્ષ નિયુક્ત.

અલ્હાબાદ હાઈકોર્ટનાં પૂર્વ ન્યાયાધીશ બાલાકૃષ્ણ નારાયણ ઉત્તરપ્રદેશ માનવાધિકાર આયોગના નવા અધ્યક્ષ નિયુક્ત.

રેડબુલનાં ડ્રાઈવર સર્જિયો પેરેઝે બાકૂમાં ફોર્મ્યુલા વન અજરબૈજાન ગ્રા. પ્રી.નું ટાઈટલ જીત્યું.

પરિવારના DNAના માધ્યમથી ગુમ વ્યક્તિઓની ઓળખ માટે ઇન્ટરપોલે ‘I-Familla’ નામનું ગ્લોબલ ડેટાબેઝ લોન્ચ કર્યું.

ભારતે ‘રાષ્ટ્રીય પોષણ અભિયાન’ શરૂ કર્યું, જે અંતર્ગત 2022 સુધીમાં ભારતને કુપોષણમુક્ત બનાવવા માટે વિશ્વ બેંક સાથે 200 મિલિયન ડોલરના કરાર કરવામાં આવ્યા.

IIT-હૈદરાબાદે નેનો ફાઈબર આધારિત એમ્ફોટેરીસીન બી. ઓરલટેબ્લેટ વિકસાવી, જે ફંગલ ઇન્ફેકશન માટે ઉપયોગી થશે.

Microsoft દ્વારા પ્રથમ એશિયા-પેસિફિક સાઈબર સિક્યુરિટી કાઉન્સિલ શરૂ કરવામાં આવી.

ચીને ESAT નામનો કૃત્રિમ સૂર્ય તૈયાર કર્યો, જે કુદરતી સૂર્ય કરતા પણ વધુ શક્તિશાળી છે.