Help & Support   |   Register Now   |   Login Now     

કેન્યા નજીક હિંદ મહાસાગર સ્થિત દુનિયાના બીજા સૌથી ઊંડા પાણીના બંદર ‘લામૂ પોર્ટ’ પર ચીન પોર્ટનું નિર્માણ કરશે.

કેલિફોર્નિયામાં બંદૂકો પર 30 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો. આ પ્રતિબંધ હથિયાર રાખવાના બંધારણીય અધિકારનો ભંગ કરતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો.

છત્તીસગઢમાં રાજનાંદગાંવના છુઈદખાન-બકરકટ્ટા માર્ગ પર નકસલવાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં જંગલ અને પહાડો કાપીને 12.70 કિલોમીટર લંબાઈ ધરાવતો રસ્તો બનાવાયો. આ વિસ્તારને છત્તીસગઢ-મધ્યપ્રદેશનો નક્સલ કોરિડોર પણ કહેવાય છે.

સાંસદ અભિષેક બેનર્જી તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત, જે મમતા બેનર્જીના ભત્રીજા છે.

ટાઈમ્સ 50 મોસ્ટ ડિઝાયરેબલ મેન-2020 લિસ્ટમાં સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ પ્રથમ ક્રમે. આ યાદીમાં વિવિધ ક્ષેત્રે કાર્ય કરતા 40 વર્ષથી ઓછી વયનાં પુરૂષોનો સમાવેશ થયો છે.

IT કંપની વિપ્રોએ પોતાના ઈતિહાસમાં પ્રથમ વખત માર્કેટ કેપમાં 3 લાખ કરોડ રૂપિયા સાથે ઇન્ફોસિસ અને TCS બાદ ત્રીજું સ્થાન મેળવ્યું.

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઇમ્યુનોલોજી (NII) દ્વારા વિકસિત ભારતના પ્રથમ સ્વદેશી ટ્યુમર એંટીજન ‘SPAG9’ને ASPAGNITM ટ્રેડમાર્ક પ્રાપ્ત થયું.

ભારતીય રેલવે માટે સ્ટાન્ડર્ડ્સ તૈયાર કરનાર રિસર્ચ ડીઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) કેન્દ્રની ‘વન નેશન, વન સ્ટાન્ડર્ડ’ સ્કિમમાં જોડાનાર પ્રથમ સ્ટાન્ડર્ડ બોડી બની.

ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન વર્લ્ડ રેન્કિંગ્સમાં ઇન્ડિયન મેન્સ હોકી ટીમ ચોથા ક્રમે અને મહિલા ટીમ નવમા ક્રમે.

ICICI બેંક વૈશ્વિક રીતે ‘SWIFT gpi Instant’ સુવિધા આપનાર એશિયા-પેસિફિકની પ્રથમ અને દુનિયાની બીજી બેંક બની.