Help & Support   |   Register Now   |   Login Now     

ગુજરાત સરકાર નાણાકીય વર્ષ 2021-22માં થિયેટર્સ, મલ્ટિપ્લેક્સ અને જિમ્નેશિયમને પ્રોપર્ટી ટેક્સ અને ઈલેક્ટ્રીસિટી બિલના ફિક્સ ચાર્જિસમાંથી મુક્તિ આપશે.

પર્યટન ઉદ્યોગ અને સ્થાનિક વ્યવસાયોના વિકાસ માટે ચીને ‘રેડ ટુરિઝમ’ અભિયાન શરૂ કર્યું.

અમેરિકાની 15 વર્ષીય કોકો ગોફ ફ્રેંચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનાર સૌથી નાની વયની ખેલાડી બની.

ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને IMA સાથે મળીને શિક્ષકોને USAના લાઈફ કોચ ડૉ. કમલ પરીખના નેતૃત્વમાં કોરોના વોરીયર્સની ટ્રેનિગ આપશે, જે અંતર્ગત શિક્ષકો વાલીઓ અને અન્ય લોકોમાં વેક્સિન જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપશે.

એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ પોતાની કંપની બ્લૂ ઓરિજિનના પ્રથમ અંતરિક્ષ યાત્રા અભિયાનમાં જોડાશે.

વડાપ્રધાન મોદીએ તમામ નાગરિકોને ફ્રી વેક્સિન તથા દિવાળી સુધી 80 કરોડ લોકોને ફ્રી રેશન આપવાની જાહેરાત કરી.

કેન્દ્રીય શિક્ષણ વિભાગે સ્કુલ શિક્ષણ વ્યવસ્થાનો પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ (PGI) રજુ કર્યો, જે અનુસાર 2019-20 માટે પંજાબ, ચંડીગઢ, તમિલનાડુ, અંદમાન-નિકોબાર તથા કેરળને A++ અને ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, હરિયાણાને A+ ગ્રેડ ગ્રેડ આપવામાં આવ્યા.

ગુજરાતમાં કેવડિયાને ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી તરીકે વિકસાવવામાં આવશે.

હિતેન્દ્ર દવે HSBC ઇન્ડિયાના અંતરિમ CEO નિયુક્ત.

ભારતીય અમેરિકન કૃષ્ણ કુમાર એડાથિલના નેતૃત્વવાળા આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એકસલન્સને સ્ટેટ સ્કૂપ 50 નેશનલ એવોર્ડ્સ-2021ના ભાગ તરીકે સ્ટેટ ઇનોવેશન ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો.