Help & Support   |   Register Now   |   Login Now     

ગ્લોબલ ટીચર્સ એવોર્ડ-2020થી સન્માનિત પ્રથમ ભારતીય રણજીત સિંહ દિસાલે વિશ્વ બેંકના શિક્ષણ સલાહકાર નિયુક્ત, જે વિશ્વ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ કોચ પ્રોજેક્ટ પર કાર્ય કરશે.

ગુજરાત સરકારે વિનામૂલ્યે આરોગ્ય સુવિધા આપતી ‘મા યોજના’ અંતર્ગત પરિવાર દીઠ એક કાર્ડને સ્થાને વ્યક્તિદીઠ એક કાર્ડ આપવાનો નિર્ણય કર્યો.

બાબા રામદેવની કોરોનિલ કીટના વિતરણ પર ભૂટાન બાદ નેપાળમાં પણ પ્રતિબંધ મૂકાયો.

માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ UN જનરલ એસેમ્બલી (UNGA)ના 76મા સત્રના અધ્યક્ષ નિયુક્ત.

મહાત્મા ગાંધીના 56 વર્ષીય પ્રપૌત્રી આશિષલતા રામગોબિનને 62 લાખ રેન્ડ (3.22 કરોડ રૂપિયા)ના ફ્રોડ અને ફોર્જરી કેસમાં દક્ષિણ આફ્રિકાની અદાલતે 7 વર્ષની કેદની સજા કરી.

પુણેની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીએ બ્રાઝિલ અને બ્રિટનથી ભારત આવેલ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં COVID-19ના નવા વેરિએન્ટ B.1.1.28.2ની શોધ કરી.

ટેકનોલોજી ક્ષેત્રે ચીન પરની નિર્ભરતાને ઘટાડવા માટે અમેરિકાની સેનેટમાં ‘US ઇનોવેશન એન્ડ કોમ્પિટિશન એક્ટ’ હેઠળ 18 લાખ કરોડ રૂપિયાનું બિલ લાવવામાં આવશે.

અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને મહેસાણાની દૂધ સાગર ડેરીને હિમાચલ પ્રદેશમાં દૂધ એકત્રીકરણ અને પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવાની મંજૂરી આપી.

RTOની એપ વાહન4ને કેન્દ્ર સરકારે મંજૂરી આપતા વાહનના ઈ-રેકોર્ડને સત્તાવાર માન્યતાઓ મળી.

ઇતિહાસમાં પ્રથમ વખત અમેરિકન નેવિઅને બોઇંગ કંપનીએ માનવરહિત ડ્રોન દ્વારા વિમાનમાં ઇંધણ ભરવાનો સફળ પ્રયાસ કર્યો.