Help & Support   |   Register Now   |   Login Now     

ટેક કંપની એપલ ઇન્ક.એ તેની વાર્ષિક વર્લ્ડવાઈડ ડેવલપર કોન્ફરન્સ (WWC-2021)માં ઓપરેટિંગ સિસ્ટમ IOS-15 લોન્ચ કરી.

બ્રિટનની લક્ઝરી કાર મેકર કંપની મેકલેરેને ભારતમાં GT720S અને 720S સ્પાઈડર કારના મોડલ સાથે શો રૂમ શરૂ કરીને બિઝનેસની શરૂઆત કરી.

રિયર એડમિરલ કપિલ મોહન ધીર જોઈન્ટ સેક્રેટરી (નેવિ એન્ડ ડિફેન્સ પરસોનલ) નિયુક્ત. તેઓ આ પદ પર નિયુક્ત થનાર પ્રથમ આર્મ્ડ ફોર્સ અધિકારી છે.

ઓકટોબર-2021માં યોજાનાર મેરેથોન બાદ 2022થી TCS લંડન મેરેથનની ટાઈટલ પાર્ટનર કંપની બનશે.

સ્પૂર્તિ પ્રિયા ફેસબુક ઇન્ડિયાનાં ગ્રીવાન્સ ઓફિસર (ફરિયાદ અધિકારી) નિયુક્ત.

મહેશ કુમાર જૈન ફરીથી RBIના ડેપ્યુટી ગવર્નર નિયુક્ત. માઈકલ પાત્રા, એમ. રાજેશ્વર રાવ અને રબી શંકર RBIના અન્ય ત્રણ ડેપ્યુટી ગવર્નર્સ છે.

અનુપ ચંદ્ર પાંડે નવા ચૂંટણી કમિશનર નિયુક્ત. ત્રણ સદસ્યીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા છે, જ્યારે અન્ય ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમાર સામેલ છે.

અભિનેત્રી તિલોત્તમા શોમે UK એશિયન ફિલ્મ ફેસ્ટીવલના 23મા સંસ્કરણમાં બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર જીત્યો. તેમણે આ પુરસ્કાર ફિલ્મ ‘રાહગીર: ધ વેફેયરર્સ’ માટે જીત્યો.

ભારતીય ઓલિમ્પિક સંઘનાં ઉપાધ્યક્ષ અને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI)ના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર વીરેન્દ્ર નાણાવટી કતરમાં આયોજિત ગ્લોબલ જનરલ કોંગ્રેસમાં ઇન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશન (FINA) બ્યુરોના સભ્ય નિયુક્ત, તેઓ આ સભ્યપદ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા.

અરૂણાચલ પ્રદેશનની મોનપા બોલી પર આધારિત ફિલ્મ ‘વોટર બરિયલ’ પર્યાવરણ સંરક્ષણ શ્રેણીમાં બેસ્ટ ફિલ્મ નેશનલ એવોર્ડથી સન્માનિત.