Help & Support   |   Register Now   |   Login Now     

ભારતનું પ્રથમ સોલર ક્રૂઝ વેસલ ડિસેમ્બરમાં કેરળના અલપ્પુઝામાં લોન્ચ થશે.

કોલંબિયન ફૂટબોલર યેરી મીના હીરો મોટોકોર્પના નવા બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

મથુરામાં આર્થરાઈટીઝ, સાંધાના દુઃખાવા અને પગની બીમારીઓથી પીડાતા હાથીઓ માટે ભારતની પ્રથમ હાઈડ્રોથેરાપી (જળ ચિકિત્સા) હોસ્પિટલ ખોલવામાં આવી.

સ્કોટલૅન્ડના રિસર્ચર્સે શોધ્યું કે ગ્રે સિલ માનવ શબ્દો અને ગીતોની નકલ કરી શકે છે. તે મનુષ્યની માફક પોતાના વોકલ ટ્રેક્સનો ઉપયોગ કરી શકે છે.

ભારતમાં છેલ્લા 7 વર્ષમાં આલ્કોહોલના વ્યસનીઓમાં 38%નો વધારો. વિશ્વમાં કુલ 30% વધારો.

શાકિબ અલ હસન વર્લ્ડ કપમાં 1000થી વધુ રન કરનાર પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી બન્યો.

મેટ્રો મેનના નામથી જાણીતા ઈ. શ્રીધરને લખનૌ મેટ્રો રેલ કોર્પોરેશન (LMRC)ના પ્રિન્સીપલ એડવાઇઝર પદેથી રાજીનામું આપ્યું.

નીતેશ કુમાર જાંગીરે રેસ્પીરેટરી ડીસ્ટ્રેસ સિન્ડ્રોમથી પ્રિમેચ્યુર્ડ બાળકોના મૃત્યુ સામે બચાવના ડિવાઈસ ‘સાંસ’ માટે કોમનવેલ્ધ સેક્રેટરી-જનરલ્સ ઇનોવેશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ જીત્યો.

આગામી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ન્યુઝીલેન્ડમાં રમાશે.

ભારતીય નૌકાદળના પ્રથમ એર સ્ક્વોડ્રન જહાજ INS 550એ 60 વર્ષ પૂર્ણ કર્યાં.