Help & Support   |   Register Now   |   Login Now     

બાંગ્લાદેશના દિનાજપુરમાં દેશની પ્રથમ આયર્ન ઓર માઈન (લોખંડની ખાણ) શોધવામાં આવી. ખાણમાં આયર્ન ઓરની 65% માત્રા ખાણની ઉચ્ચ ગુણવત્તા દર્શાવે છે.

સરકાર ભારતમાલા પરિયોજના હેઠળ 2022 સુધી લગભગ 35,000 કિ.મી. નેશનલ હાઈવેઝનું નિર્માણ કરશે.

શ્રીલંકાએ પોતાનો પ્રથમ ઉપગ્રહ ‘રાવણ-1’ જાપાન અને નેપાળના બે અન્ય BIRDS 3 ઉપગ્રહો સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી લોન્ચ કર્યો.

અમેરિકા ચીનને પાછળ રાખીને ફરી એક વખત 2018-19માં ભારતનું નંબર વન ગુડ્સ ટ્રેડિંગ પાર્ટનર બન્યું,

બ્રિટનની બ્રિટિશ હેરાલ્ડ મેગેઝિન આયોજિત પોલમાં રીડર્સ દ્વારા PM નરેન્દ્ર મોદીની ‘દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ-2019’ તરીકે પસંદગી.

ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટની તાલીમ શિબિર પર કરાયેલ એર સ્ટ્રાઈકનું કોડ નામ ‘ઓપરેશન બંદર’ હતું.

ઢાકામાં બાંગ્લાદેશનો પ્રથમ ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટીવલ યોજાયો.

લિવરપૂલ અને ચેલ્સીના પૂર્વ સ્ટ્રાઈકર ફર્નાન્ડો ટોરેસે ફૂટબોલમાંથી સેવાનિવૃત્તિની ઘોષણા કરી.

23 જૂન: ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે.

37 વર્ષીય રોજર ફેડરરે 10મી વખત હેલી ઓપન જીતીને ઈતિહાસ રચ્યો.