Help & Support   |   Register Now   |   Login Now     

દેશમાં પ્રથમ વાર જહાજના ટેસ્ટીંગ સેન્ટર બનશે. ગુજરાત સહિત અનેક સ્થળોએ નવા જહાજ બનાવવાની ઇન્ડસ્ટ્રીઝ છે, પરંતુ તેનું પરીક્ષણ માત્ર 4 દેશમાં જ થાય છે.

ગુજરાતનાં 22 નાનાં પોર્ટ ડેવલપ કરવામાં આવશે.

દરિયાકિનારાનાં યાત્રાધામો માટે ક્રૂઝ ટુરિસ્ટ સર્કિટ બનાવવા સોમનાથ ટ્રસ્ટની કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત. આ મુજબ હજીરાથી દ્વારકા સુધીના યાત્રાધામોને દરિયાઈ માર્ગે જોડાશે.

જસ્ટિસ પી. કે. સૈકિયાએ અરુણાચલ પ્રદેશના લોકાયુક્ત પ્રમુખ તરીકે શપથ લીધા.

શરદ કુમાર સરાફ ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ (FIEO)ના નવા અધ્યક્ષ ચૂંટાયા.

ભારતના મુખ્ય રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદ IIT કાનપુર દ્વારા ડોક્ટરેટની માનદ પદવીથી સન્માનિત.

RBIનું 13મું વાર્ષિક સંમેલન યોજાયું. સંમેલનનો વિષય - સ્ટેટેસ્ટિક્સ ફોર ધ ફ્યૂચર:સિલેક્ટ ઈશ્યુ.

ગ્લોબલ કન્સલ્ટિંગ લિડર ‘મર્સર’ના સર્વે અનુસાર મુંબઈ ભારતનું સૌથી મોંઘું શહેર અને પ્રવાસીઓ માટે એશિયાના સૌથી મોંઘા 20 શહેરોમાંનું એક.

રોઝ હડસન-વિલ્કિન ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનાં પ્રથમ અશ્વેત મહિલા બિશપ નિયુક્ત.

કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાન બિહારથી રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયા.