Help & Support   |   Register Now   |   Login Now     

વર્લ્ડ કપ-2019માં સૌથી વધુ કેચ ડ્રોપ કરવામાં પાકિસ્તાન ટોચના સ્થાને. પાકિસ્તાને 14, ઇંગ્લેન્ડે 10 કેચ ડ્રોપ કર્યા. ભારતે માત્ર એક કેચ છોડ્યો.

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 1800 પ્રાણી-પક્ષીઓનો સફારી પાર્ક બનશે.

નાદાર ટેનિસ પ્લેયર બોરિસ બેકરે દેવુ ચૂકવવા માટે પોતે જીતેલ ટ્રોફી તથા મોમેન્ટો હરાજીમાં મૂક્યા.

રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યનું રાજીનામું.

ભારતીય મહિલા રગ્બી ટીમે મનીલામાં યોજાયેલ એશિયા વિમેન્સ-ડિવિઝન 1 રગ્બી XVs ચેમ્પિયનશિપમાં ત્રીજું સ્થાન મેળવ્યું.

ઇથોપિયાના સેના પ્રમુખ અને પ્રમુખ રિજનના અધ્યક્ષની હિંસા દરમ્યાન ગોળી દ્વારા હત્યા.

થિંક ટેંક નીતિ આયોગે 150 સીસીથી ઓછા એન્જિનવાળી ગાડીઓને 2025 સુધી ઇલેક્ટ્રિક વ્હિકલમાં ફેરવવાનો પ્રસ્તાવ આપ્યો.

મત્સ્ય વિભાગના અહેવાલ મુજબ ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મત્સ્ય ઉત્પાદક દેશ છે, કારણ કે તેની વૈશ્વિક મત્સ્ય ઉત્પાદનમાં 6.૩% ભાગીદારી છે.

ભારતમાં છેલ્લા વર્ષમાં વન ક્ષેત્રમાં 1% વૃદ્ધિ.

તમિલનાડુના પૂર્વ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તથા દેશના સૌથી પ્રતિષ્ઠિત IPS અધિકારીઓમાંના એક વી. આર. લક્ષ્મીનારાયણનનું નિધન.