Help & Support   |   Register Now   |   Login Now     

ભાજપા સાંસદ મીનાક્ષી લેખીએ પોતાની પ્રથમ નવલકથા ‘ધ ન્યૂ દિલ્લી કોન્સ્પિરેન્સી’ લખી. આમાં દિલ્હીનાં રાજકીય પરીદ્રશ્યો અને તેનો પર્દાફાશ કરવાનો પ્રયાસ છે.

પ્રસિદ્ધ દ્રષ્ટા સ્વામી સત્યમિત્રાનંદ ગિરિ મહારાજનું નિધન. તેમની સમાધિ હરિદ્વાર સ્થિત રાઘવ કુટીરમાં બનશે.

બિજુકુમાર દામોદરન દ્વારા નિર્દેશિત મલયાલમ ફિલ્મ ‘વેયિલ મરંગલ’ (ટ્રીઝ અંડર ધ સન)ને 22મા શાંઘાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં ‘આઉટસ્ટેન્ડિંગ આર્ટિસ્ટીક અચિવમેન્ટ’ પુરસ્કાર.

26 જૂન: ધ ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઈલીસિટ ટ્રાફિકિંગ. આ વર્ષનો વિષય - ન્યાય માટે સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય માટે ન્યાય.

Crack GPSC એપ પરથી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી પાસે, એ પણ ઘરે બેઠાં. ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ, મોબાઈલ કે ટેબ્લેટમાં.

ગોવાના સ્વતંત્રતા સેનાની પદ્મ શ્રી મોહન રાનડેનું નિધન.

જર્મનીમાં યોજાયેલ બ્લેક ફોરેસ્ટ કપમાં ભારતની જુનિયર મહિલા મુક્કેબાજ ટીમે પાંચ સુવર્ણ સહિત કુલ સાત મેડલ્સ જીત્યા. ટીમે બેસ્ટ ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો.

મોહમ્મદ ઓલદ ગઝૌની મોરિટાનિયાના રાષ્ટ્રપતિ ચૂંટાયા.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના એક તારણ મુજબ સમુદ્રમાં તરવાથી ત્વચા માઈક્રોબાયોમમાં રૂપાંતરિત થાય છે અને ચેપની સંભાવના વધી જાય છે.

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ ઓલિમ્પિક ગેમ્સની શરૂઆતના 125 વર્ષ બાદ સ્વિત્ઝરલેન્ડના લુસાનેમાં પોતાનું નવું હેડ ક્વાર્ટર શરૂ કર્યુ.