Help & Support   |   Register Now   |   Login Now     

શારદા કુમાર હોટા નેશનલ હાઉસિંગ બેંકના MD નિયુક્ત.

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ વિવાદોથી ઘેરાયેલ વિશ્વ મુક્કેબાજી સંઘ AIBA પાસેથી ઓલિમ્પિકનો દરજ્જો પરત ખેંચી લીધો.

ભારતનેટ પરિયોજના હેઠળ સરકાર દેશની તમામ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડશે.

નીતિ આયોગ સ્વાસ્થ્ય રિપોર્ટનો હેલ્થ ઇન્ડેક્સ – સ્વાસ્થ્ય સેવા સૌથી સારી કેરળમાં, સૌથી ખરાબ ઉત્તર પ્રદેશમાં, ગુજરાત ચોથા ક્રમે.

સૌથી વધુ આંતરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં દિલ્હી એરપોર્ટ પ્રથમ ક્રમે. બીજા ક્રમે મુંબઈ. અમદાવાદ 10મા ક્રમે: એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા.

અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ ભારતની મુલાકાતે. વિદેશ મંત્રી એસ.જયશંકર, NSA અજીત દાવોલ અને PM મોદી સાથે મુલાકાત.

નાણામંત્રી નિર્મલા સીતારરમણ બ્રિટન-ભારત સંબંધોને આગળ વધારનારી 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં સામેલ.

મૈસુરુ રેલવે સ્ટેશન ઇન્ટીગ્રેટેડ ISO સર્ટિફિકેટ મેળવનાર દક્ષિણ પશ્ચિમ રેલવેનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું.

ઓલિમ્પિક-2024માં બ્રેકડાન્સ સામેલ થવાની શક્યતા. બ્રેકડાન્સિંગને ઓલિમ્પિકની ભાષામાં બ્રેકિંગ તરીકે ઓળખવામાં આવે છે.

નેપાળે ભારતના શાકભાજી, ફળોની આયાત પર પ્રતિબંધ મૂક્યો.