Help & Support   |   Register Now   |   Login Now     

વિન્ટર ઓલિમ્પિક-2026 ઇટાલીમાં યોજાશે.

ગુગલ મેપ્સે પોતાના યુઝર્સ માટે ભારતનું પ્રથમ ‘સ્ટે સેફર’ ફિચર લોન્ચ કર્યુ.

ભારતનું 2030 સુધીમાં અક્ષય ઊર્જા ક્ષમતા 500 ગીગાવોટ (GW) સ્થાપિત કરવાનું લક્ષ્ય. ભારતની વર્તમાન અક્ષય ઊર્જા ક્ષમતા લગભગ 80 ગીગાવોટ છે.

ICCની લેટેસ્ટ વન ડે રેન્કિંગમાં ભારત પ્રથમ ક્રમે. ઇંગ્લેન્ડ બીજા ક્રમે. ક્રિકેટર તરીકે ICC ODI રેન્કિંગમાં વિરાટ કોહલી પ્રથમ ક્રમે. ટેસ્ટમાં ભારત પ્રથમ ક્રમે જયારે T20માં પાંચમા સ્થાને.

2018માં સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં ભારતીયોનું નાણું 6% ઘટીને રૂ. 6,757 કરોડ થયું.

ભારત અને જાપાન સંયુક્ત રીતે કેન્યામાં ભવ્ય અને અતિઆધુનિક કેન્સર હોસ્પિટલ બનાવશે.

જાપાનમાં યોજાયેલ G-20 શિખર સંમેલનમાં નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે બેઠક યોજી.

અનૌપચારિક બ્રિકસ સંમેલન ઓસાકા (જાપાન)માં યોજાયું. BRICS 5 વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનો એક સંઘ. સ્થાપના 2006માં, મુખ્યાલય શાંઘાઈ (ચીન)માં.

મહેન્દ્ર ધોનીના વન-ડેમાં 227 છગ્ગા થઇ ગયા. તે ભારત વતી સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી બન્યો.

વિરાટ કોહલી સૌથી ઝડપી 20,000 (417 ઇનિંગ્સમાં) આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ક્રિકેટર. 20,000 રન પૂરા કરનાર વિશ્વનો 12મો અને ભારતનો ત્રીજો બેટ્સમેન.