Help & Support   |   Register Now   |   Login Now     

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજ્યમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત.

ભારતે ટીબીના ઈલાજ અને નાબૂદી માટે વિશ્વ બેંક સાથે 400 મિલિયન ડોલરના ઋણ પર હસ્તાક્ષર કર્યા. ભારતમાં વર્ષે ટીબીના કારણે લગભગ પાંચ લાખ લોકો મૃત્યુ પામે છે.

બીકિપિંગ ડેવલપમેન્ટ કમિટી (BDC)ના રિપોર્ટ અનુસાર ભારત 2017-18માં મધ ઉત્પાદન ક્ષેત્રે દુનિયામાં આઠમા ક્રમે.

નાસાના ક્યુરીયોસિટી રોવરે એક મિશન દરમ્યાન મિથેનના અત્યાર સુધીના સૌથી મોટા જથ્થાની માહિતી મેળવી.

જમ્મુ-કાશ્મીરમાં લાદવામાં આવેલ રાષ્ટ્રપતિ શાસનને વધુ છ માસ માટે લંબાવાયું.

ભારતે સ્વદેશી રીતે વિકસિત પરમાણુ સક્ષમ મિસાઈલ પૃથ્વી-IIનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ. 500થી 1000 કિગ્રા સુધીના હથિયાર લઇ જવામાં સક્ષમ.

29 જૂન: સ્ટેટેસ્ટિક્સ ડે. આ વર્ષનો વિષય-સતત વિકાસનું લક્ષ્ય. આ દિવસ પ્રો. પી. સી. મહાલનોબિસની જયંતી નિમિત્તે ઉજવાય છે.

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ નરિંદર બત્રા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના સભ્ય ચૂંટાયા.

કેન્દ્રીય મંત્રીમંડળે મોટર વાહન (સુધારા) બિલ અંતર્ગત એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓનો રસ્તો રોકનાર વ્યક્તિ પર 10,000 રૂપિયાનો દંડ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.

પી. બી. આચાર્યએ મણિપુરના રાજ્યપાલ તરીકેના શપથ ગ્રહણ કર્યા.