Help & Support   |   Register Now   |   Login Now     

27 જૂન: ઇન્ટરનેશનલ MSME ડે.

કાશ્મીર બાબતના નિષ્ણાત અરવિંદ કુમાર IB (Intelligence Beuro)ના ડિરેક્ટર નિયુક્ત.

બાલાકોટ સ્ટ્રાઈકમાં મહત્વની ભૂમિકા ભજવનાર IPS સામંત ગોયલ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW-રો)ના નવા ચીફ નિયુક્ત.

નીતિ આયોગના CEO અમિતાભ કાંતને બે વર્ષનું એક્સટેન્શન.

ઇડીએ 8,1૦૦ કરોડ રૂપિયાની બેંક લોન છેતરપીંડી કેસમાં વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકની 9,788 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી.

UN સુરક્ષા પરિષદના અસ્થાઈ સભ્ય પદ માટે અશિયા પેસિફિકના 55 દેશોનું ભારતને સમર્થન.

કૃષ્ણસ્વામી નટરાજન ઇન્ડિયન કોસ્ટલ ગાર્ડ (ICG)ના આગામી ડિરેક્ટર જનરલ નિયુક્ત. તેઓ આ ફોર્સનું નેતૃત્વ કરનાર પ્રથમ કેડર અધિકારી રાજેન્દ્ર સિંહનું સ્થાન લેશે.

મેટે ફ્રેડરિકસેન ડેન્માર્કનાં સૌથી નાની વયનાં વડાપ્રધાન બન્યાં.

બોલીવુડ અભિનેતા અનુપમ ખેર પોતાની આત્મકથા ‘લેસન લાઈફ ટોટ મી અનનોઈંગલી’ ઓગસ્ટમાં લોન્ચ કરશે.

એંડી મરેએ ફેલિસિયાનો લોપેઝ સાથે ક્વિન ક્લબ ચેમ્પિયનશિપ ડબલ્સનું ટાઈટલ જીત્યું.