Help & Support   |   Register Now   |   Login Now     

14 જૂન: વર્લ્ડ ડોનર ડે. આ વર્ષનો વિષય - સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ મેળવવાના ધટક રૂપે સુરક્ષિત રક્ત સંચાર માટે રક્તદાન અને સાર્વભૌમિક પહોંચ. સ્લોગન - સેફ બ્લડ ફોર ઓલ.

અમેરિકાના અલ્બામામાં બાળકોનું જાતીય શોષણ કરનારને નપુંસક બનાવશે. આવો કાયદો લાવનાર USનું પ્રથમ રાજ્ય. દક્ષિણ કોરિયા-ઇન્ડોનેશિયામાં નપુંસક બનાવવાની સજા અપાય છે.

અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચંદ્રની સપાટી પર લેન્ડ કરનાર ચોથો દેશ બનશે. પરંતુ તે ત્રણેય દેશોમાંથી કોઈએ ચંદ્રની દક્ષિણધૃવીય સપાટી પર લેન્ડિંગ કરેલ નથી.

ભારત જુલાઈમાં શ્રીહરિકોટાથી ચંદ્રયાન-2 મિશન લોન્ચ કરશે, જે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય વિસ્તાર પાસે લેન્ડ કરશે. તે ચંદ્રની સપાટી પરના મિનરલ્સ અને પાણીની ઉપલબ્ધતાની તપાસ કરશે.

મંત્રીમંડળે ત્રણ તલાકની પ્રથા પર તાત્કાલિક પ્રતિબંધ મુકવા માટે એક નવા બિલને મંજૂરી આપી.

ભારતે ઓરિસ્સા તટ પરથી હાઈપરસોનિક ટેકનોલોજિકલ ડેમોન્સ્ટ્રેટર મિસાઈલ વ્હીકલ (HSTDV) સ્કેમજેટ પ્રદર્શન વિમાનનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું. આ ટેકનિક અમેરિકા, રશિયા અને ચીન પાસે જ છે.

કેન્દ્ર દ્વારા આદિવાસી સમુદાયોના વિકાસ માટે ‘ST કલ્યાણ યોજનાઓ માટે ઈ-ગવર્નન્સ પહેલ’ની શરૂઆત.

નૃપેન્દ્ર મિશ્રા PM નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી અને પી. કે. મિશ્રા એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી નિયુક્ત.

હોંગકોંગમાં પ્રત્યાર્પણ બિલ વિરુદ્ધ જાહેર દેખાવો દરમ્યાન 8 કલાક સુધી શહેર જામ.

કેન્દ્રનું 2024 સુધીમાં આખા દેશની જનતાને સ્વચ્છ પાણી પૂરું પાડવાનું લક્ષ્ય.