Help & Support   |   Register Now   |   Login Now     

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)એ નિર્મલા સીતારમણ અને સુબ્રમણ્યમ જયશંકરને ડિસ્ટિંગ્વિશ્ડ એલમ્ની એવોર્ડથી સન્માનિત કર્યા. તેઓ આ એવોર્ડના પ્રથમ પ્રાપ્તકર્તા બન્યા.

યુનિસેફ દ્વારા પ્રિયંકા ચોપરાને ન્યુયોર્કમાં યોજાનાર યુનિસેફ સ્નોફ્લેક બોલ ઇવેન્ટમાં ડેની કે હ્યુમનિટેરિયન એવોર્ડ આપવામાં આવશે.

અમેરિકામાં વીજ ઉત્પાદન માટે કોલસાનો ઉપયોગ 40 વર્ષના તળિયે. અમેરિકામાં પ્રથમ વખત રિન્યુએબલ એનર્જી દ્વારા વીજ ઉત્પાદન વધ્યું.

હેલ્ધ: H - હેલ્થ કો-ઓપરેશન, E - ઇકોનોમિક કો-ઓપરેશન, A - ઓલ્ટરનેટીવ એનર્જી, L - લિટરેચર એન્ડ કલ્ચર, T - ટેરરિઝમ ફ્રી સોસાયટી, H - હ્યુમેનિટેરિયન કો-ઓપરેશન.

ભારત-કિર્ગીસ્તાન વચ્ચે સ્વાસ્થ્ય સહિત 6 ક્ષેત્રે 14 સમજૂતી. મોદીએ હેલ્ધની નવી ફોર્મ્યુલા આપી

બિશ્કેકમાં યોજાયેલ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠક પછી pm મોદી અને કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ સુરોનબે જીનબેકોવ સાથે ચલા અરચા પ્રેસિડેન્શિયલ પેલેસમાં દ્વિપક્ષીય બેઠક.

પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક જુનિયર ડોક્ટર સાથે મારપીટ પછી શરૂ થયેલ વિવાદ પછી રાજ્યમાં ડોક્ટર્સની હડતાળ.

15 જૂન: વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે.

TRSના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સદસ્ય ડૉ. કેશવ રાવ સંસદીય દળના નેતા (પાર્લામેન્ટરી પાર્ટી લીડર) ચૂંટાયા.

જર્મનીમાં ડ્રોન ટેકનોલોજી પર આધારિત વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સી 'વોલોકોપ્ટર'નું સફળ પરીક્ષણ કરાયું. આ ટેક્સી સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત હશે.