Help & Support   |   Register Now   |   Login Now     

ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી સૌથી વધુ 108 ઇન્ટરનેશનલ મેચ રમનાર ભારતીય ખેલાડી બન્યા.

5મુંએશિયા CICA શિખર સંમેલન તાજિકિસ્તાનના દુશાનબેમાં યોજાયું.

અમિતાવ ઘોષ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અંગ્રેજી ભાષાના પ્રથમ લેખક. ધ સર્કલ ઓફ રીજન, ધ સેડો લાઈન, ધ કલકત્તા ક્રોમોસોમ, ધ ગ્લાસ પેલેસ, ધ હન્ગ્રી ટાઈડ મુખ્ય રચનાઓ.

વૈજ્ઞાનિકોએ સાઈબેરિયાના યાકુતિયા ક્ષેત્રના હિમાચ્છાદિત પર્વતોમાંથી હિમયુગના વરુના 40,000 વર્ષ જૂના 16 ઇંચ લંબાઈવાળા માથાની શોધ કરી. માથામાં દાંત અને વાળ પણ સુરક્ષિત છે.

ઈસરો 2020માં સૌર મિશન લોન્ચ કરશે. જે સૂર્યના કોરોનામાં થતા પરિવર્તનનો અભ્યાસ કરશે. તે ઉપરાંત અગામી 2-૩ વર્ષોમાં શુક્ર પર પણ મિશન મોકલશે.

ઈસરોના અધ્યક્ષ ડો. કે. સિવને 2030 સુધીમાં અંતરિક્ષમાં ઇન્ડિયન સ્પેસ સ્ટેશન બનાવવાની જાહેરાત કરી.

ફોર્બ્સની વર્લ્ડ્સ 100 હાઈએસ્ટ પેઈડ એથ્લિટ્સની યાદીમાં આર્જેન્ટીનાનો સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પ્રથમ ક્રમે. અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ 5મા ક્રમા સાથે એક માત્ર મહિલા પ્લેયર.

ફોર્બ્સની વર્લ્ડ્સ 100 હાઈએસ્ટ પેઈડ એથ્લિટ્સની યાદીમાં વિરાટ કોહલી એક માત્ર ભારતીય (100મા ક્રમે). આ યાદીમાં કોહલી એક માત્ર ક્રિકેટર.

કેન્સરથી પીડિત મલેશિયન બેડમિન્ટન સ્ટાર લી ચોંગ વેઈએ નિવૃત્તિની ઘોષણા કરી.

નવી દિલ્હીના નેશનલ આર્ટ ગેલરી ઓફ મોડર્ન આર્ટ ખાતે ‘અસ્તિત્વ:ધ એસેન્સ ઓફ પ્રભાકર બર્વે’ નામનું એક્ઝિબિશન યોજાયું.