Help & Support   |   Register Now   |   Login Now     

વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ઑપનિંગ જોડીનો રેકોર્ડ: રોહિત-રાહુલે 136 રનની ભાગીદારી નોંધાવી.

મહેન્દ્રસિંહ ધોનીએ 341 વન-ડે રમીને સર્વાધિક વન-ડે રમવાનો રાહુલ દ્રવિડ (340 મેચ)નો રેકોર્ડ તોડ્યો.

વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં 222 ઇનિંગ્સમાં 11,000 રન કરીને વિરાટ કોહલીએ સચિન તેંદુલકરનો ફાસ્ટેસ્ટ 11,000 રન (276 ઇનિંગ્સ)નો રેકોર્ડ તોડ્યો.

રોહિત શર્મા વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે સદી નોંધાવનાર કોહલી પછી બીજો ભારતીય બન્યો.

વર્લ્ડકપની ડેબ્યૂ મેચમાં વિજય શંકર પહેલા જ બોલે વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.

સતત સાતમા વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યો. ડકવર્થ લુઇસ નિયમ મુજબ ભારતનો સૌથી મોટો વિજય નોંધાયો.

વિરેન્દ્ર કુમાર 17મી લોકસભાના પ્રોટેમ સ્પીકર નિયુક્ત.

બિહારમાં ચમકી તાવ (ઇન્શેફેલાઈટીસ સિન્ડ્રોમ)થી અત્યાર સુધીમાં 100થી વધુ બાળકોનાં મોત.

NASAના OSIRIS-REx અંતરિક્ષ યાને એસ્ટરોઈડ બેન્નુની આસપાસ પોતાના બીજા કક્ષીય ચરણમાં પ્રવેશીને કોઈ પ્લાનેટરી બોડીની એકદમ નજીક જવાનો પોતાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.

એક્સિસ બેંકનાં પૂર્વ CEO ટેક મહિન્દ્રાના બોર્ડમાં સામેલ.