Help & Support   |   Register Now   |   Login Now     

ISROએ પ્રથમ વખત પોતાના મિશન ચંદ્રયાન-2 માટે 2 પ્રોજેક્ટ ડિરેક્ટર્સ રિતુ કર્ધાલ અને મુથૈયા વનિતા સાથે કામ કર્યુ.

મે મહિનામાં ભારતની નિકાસ ૩.935 વધીને 30 અબજ ડોલર થઇ. આયાત 4.31% વધીને 45.35 અબજ ડોલર. વેપાર ખાધ વધારા સાથે 15.36 અબજ ડોલર.

મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 2.45%, 22 માસની નીચલી સપાટી.

સ્વિત્ઝરલેન્ડમાં 28 વર્ષ બાદ ‘પર્પલ વેવ’. સમાનતા, હિંસા અટકાવવાની અને 20% પગાર વધારવાની માંગણી સાથે દેશની 15 લાખ મહિલાઓએ હડતાળ પાડી.

ક્રિસ ગેલ ઇંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ રન કરનાર ખેલાડી બન્યો. કોઈ એક દેશ વિરુદ્ધ સૌથી વધુ સિક્સ (ઇંગ્લેન્ડ સામે 85) મારનાર ખેલાડી પણ ગેલ.

જો રૂટ ઇંગ્લેન્ડ માટે વર્લ્ડકપમાં 3 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો.

બેંગલુરુ સ્થિત NGO અક્ષય પાત્ર BBC વર્લ્ડ સર્વિસ ગ્લોબલ ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત.

FIFAની લેટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ 101મા ક્રમે. બેલ્જિયમ પ્રથમ સ્થાને.

ISROએ પ્રથમ વખત સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પોતાની પ્રયોગશાળાઓ ખોલી.

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઈન્ટરનેટ ઉપયોગકર્તા (12%) દેશ છે. 21% વપરાશ સાથે ચીન પ્રથમ અને 8% વપરાશ સાથે અમેરિકા ત્રીજા સ્થાને.