Help & Support   |   Register Now   |   Login Now     

નેધરલેન્ડમાં યોજાયેલ આર્ચરી વર્લ્ડ ચેમ્પિયનશિપ (AWC)માં ભારતની મેન્સ રિકર્વ ટીમે સિલ્વર મેડલ જીત્યો.

ફોર્બ્સની ‘વર્લ્ડ્સ 2000 લાર્જેસ્ટ પબ્લિક કંપનીઝ’માં ધ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના (ICBC) પ્રથમ ક્રમે. રિલાયન્સ 71મા ક્રમે.

ભોલાનાથ શુક્લા મહાનદી કોલફિલ્ડ્સ લિ.ના CMD નિયુક્ત.

ગ્લોબલ પીસ ઇન્ડેક્સ-2019માં 163 દેશોની સૂચિમાં ભારત 141મા સ્થાને. આઈસલેન્ડ વિશ્વનો સૌથી શાંત દેશ. દક્ષિણ એશિયામાંથી ભૂટાન 15મા ક્રમે. અફઘાનિસ્તાન છેલ્લા ક્રમે.

કિર્ગિઝ રાષ્ટ્રપતિ સુરોનબે જિનબેકોવે ચીની રાષ્ટ્રપતિ શિ ઝિનપિંગને પોતાના દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘માનસ ઓર્ડર ઓફ ધ ફર્સ્ટ ડિગ્રી’થી સન્માનિત કર્યા.

નેશનલ જિયોગ્રાફિક સોસાયટીએ માઉન્ટ એવરેસ્ટ પર વિશ્વનું સૌથી ઊંચું ઓપરેટીંગ વેધર સ્ટેશન ‘બાલકની વેધર સ્ટેશન’ સ્થાપ્યું.

નેપાળની શાળાઓમાં ચીની ભાષા મેન્ડેરીન ફરજીયાત.

રસોઈયો હોવા છતા ખાવાનું બહારથી મંગાવતાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પત્ની સારા નેતન્યાહૂને સરકારી સંપત્તિના દુરુપયોગના કેસમાં કોર્ટ દ્વારા 1.96 લાખ રૂપિયાનો દંડ.

અમેરિકાના 29 વર્ષના બે યુવાનો સેમ ટીચર અને ગેટોર હાલ્પર્ને સમુદ્રની ઇકોસિસ્ટમને બચાવવા માટે બહામાસમાં દુનિયાની પ્રથમ પરવાળા (કોરલ)ની કંપની શરૂ કરી.

રોહિત શર્મા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત તરફથી સર્વાધિક સિક્સર ફટકારનાર બેટ્સમેન બન્યો. વિશ્વનો સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેલ (521).