Help & Support   |   Register Now   |   Login Now     

ગોલ્ફર ગેરી વુડલેન્ડે 119મો US ઓપન ખિતાબ જીત્યો.

જાપાનની નાઓમી ઓસાકા ટોપ 20 WTA રેન્કિંગમાં પ્રથમ સ્થાને. સર્બિયાનો નોવાક જોકોવિચ ATP ટેનિસ રેન્કિંગમાં પ્રથમ સ્થાને.

પુલવામા હુમલાના બદલા સ્વરૂપે હુમલા માટે કાર આપનાર માસ્ટર માઈન્ડ સજ્જાદ ભટ ઠાર.

જે. પી. નડ્ડા ભાજપના કાર્યકારી અધ્યક્ષ ચૂંટાયા. અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યરત રહેશે. ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત કાર્યકારી અધ્યક્ષના હોદ્દાની રચના કરાઈ.

રબી એન. મિશ્રા RBIના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર નિયુક્ત.

ઝુઝાના કેપુટોવા સ્લોવેકિયાનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં. તેમણે મોડર્ન સ્લોવેકનાં પાંચમાં રાષ્ટ્રપતિ તરીકેનાં શપથ લીધા.

છત્તીસગઢની શિવાની જાધવે ફેમિના મિસ ગ્રાન્ડ ઇન્ડિયા-2019નો, બિહારની શ્રેયા શંકરે મિસ ઇન્ડિયા યુનાઇટેડ કોન્ટીનેન્ટ્સ-2019નો ખિતાબ જીત્યો.

રાજસ્થાનની સુમન રાવ ફેમિના મિસ ઇન્ડિયા-2019 બની.

18 જૂન: ગોવા ક્રાંતિ દિવસ. 1946માં આ દિવસે ડૉ. રામ મનોહર લોહિયાએ દક્ષિણ ગોવાના માર્ગોમાં લોકોને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવા આહવાન કર્યુ હતું,

16મું એશિયા મિડિયા શિખર સંમેલન કંબોડિયામાં યોજાયું.