Help & Support   |   Register Now   |   Login Now     

હુબલીનાં શિક્ષણવિદ અને અનુવાદક શ્રીમતી સી. દાસ મેક્સિકોમાં ગુરુદેવ ટાગોર ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર (GTICC)નાં ડિરેક્ટર નિયુક્ત.

અમેરિકન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (USGBC)ની યાદીમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને. યાદીમાં ભારતનાં 10 રાજ્યો સામેલ.

20 જૂન: વિશ્વ શરણાર્થી દિવસ. આ વર્ષનો વિષય - સ્ટેપ વિથ રેફ્યુજી, ટેક અ સ્ટેપ ઓન વર્લ્ડ રેફ્યુજી ડે. UNના રિપોર્ટ મુજબ વિશ્વમાં 108માંથી એક વ્યક્તિ વિસ્થાપિત.

ભારત પ્રથમ વખત UN કોન્વેંશન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD)ના પાર્ટીઓના સંમેલનના 14મા સત્રની મેજબાની કરશે.

જોશના ચિનપ્પાએ 17મો રાષ્ટ્રીય સ્ક્વોશ ખિતાબ જીત્યો. પુરુષોની કેટેગરીમાં મહેશ મંગાઓકરે જીત્યો.

એક અધ્યયન મુજબ વર્ચ્યુઅલ કરન્સી બિટકોઈનનો ઉપયોગ વાર્ષિક 22 મેગાટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જીત કરે છે.

આસામના ડારંગ જિલ્લામાં એક સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. 10000 સીટ્સની ક્ષમતા વાળી આ દેશની પ્રથમ સ્કિલ યુનિવર્સિટી હશે.

મણિપુરના જોનલ સોગેઝમ વ્હોટ્સએપમાં યુસર્ઝની પ્રાઇવસીના ઉલ્લંઘન સંબધી એક બગ શોધવા બદલ ફેસબુકના ‘હોલ ઓફ ફેમ-2019’થી સન્માનિત.

સિક્કિમમાં તિસ્તા નદીમાં ભારે પૂરની સ્થિતિ.

બાંગ્લાદેશની અદાલતે પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને માનહાનિના કેસમાં છ મહિના માટે જામીન આપ્યા.