Help & Support   |   Register Now   |   Login Now     

ગુજરાતમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકાશે. ઈ-સિગારેટના એરોસોલ-ડાયાસીટીલ નામના ઝેરી રસાયણોથી યુવાનો કેન્સર તથા ફેફસાના રોગનો ભોગ બને છે.

ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર વર્લ્ડ કપ ઈતિહાસમાં બે વખત 150થી વધુ રનની ઇનિંગ્સ રમનાર પ્રથમ ખેલાડી બન્યો.

કુવૈતનું મિત્રીબાહ 53.9 ડિગ્રી તાપમાન સાથે એશિયાનું સૌથી વધુ ગરમ સ્થળ. દુનિયામાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ ફર્નેસ ક્રીક (ડેથ વેલી વિસ્તાર, અમેરિકા)ના નામે.

કસ્ટોડિયલ ડેથના ગુનામાં IPS સંજીવ ભટ્ટને જન્મટીપની સજા. ગુજરાતમાં IPS અધિકારીને આજીવન કેદ થઇ હોય એવો પ્રથમ બનાવ.

ગુજરાત સરકારે ખાણ-ખનીજ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપ્યો.

21 જૂન: આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ. આ વર્ષનો વિષય - મ્યુઝિક એટ ઇન્ટરસેક્શન્સ.

21 જૂન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આ વર્ષે પાંચમો યોગ દિવસ ઉજવાયો. આ વર્ષનો વિષય - યોગ ફોર હાર્ટ કેર.

એક દેશ, એક ચૂંટણી પર કમિટી બનાવાશે. સ્વિડન, ઇન્ડોનેશિયા, દ. આફ્રિકા, જર્મની, સ્પેન, હંગેરી, સ્લોવેનિયા, અલ્બાનિયા, પોલેન્ડ, બેલ્જિયમ, આ 10 દેશોમાં આ પ્રચલિત.

નોર્વેનો સમારોય ટાપુ દુનિયાનો સૌપ્રથમ ટાઈમ ફ્રી ઝોન જાહેર. નોર્વેમાં 69 દિવસ સૂર્ય આથમતો જ નથી.

ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને ODI ઇનિંગ્સમાં સૌથી વધુ 17 છગ્ગા મારવાનો નવો રેકોર્ડ બનાવ્યો. છગ્ગાઓની મદદથી સદી મારનાર પ્રથમ ખેલાડી બન્યો.