Help & Support   |   Register Now   |   Login Now     

હોંગકોંગના પ્રત્યાર્પણ બિલને પાછું ખેંચવા છતાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેતાં સત્તા પ્રમુખ કેરી લેમે માફી માંગી.

સરકારે કલમ 56 (j) મુજબ કસ્ટમ અને એક્સાઈઝના 15 ભ્રષ્ટાચારી અધિકારીઓને ફરજીયાત નિવૃત્તિ આપી.

સ્પેનમાં જન્મદર કરતા મૃત્યુદર ખૂબ ઊંચો હોવાથી વસતી વધારવા સ્પેન સરકારે સેક્સ મિનિસ્ટરની નિયુક્તિ કરી.

પશ્ચિમ બંગાળના બહેરામપુરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવનાર અધીર રંજન ચૌધરીની લોકસભામાં કોંગ્રેસના નેતા તરીકે વરણી.

UNના ‘ધ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ-2019’ રિપોર્ટ મુજબ ભારતની વસ્તી 2050 સુધીમાં 165 કરોડ થશે. 2027 સુધીમાં ભારત દુનિયાનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બનશે.

દક્ષિણ ચીનના સીચુઆન પ્રાંતમાં તીવ્ર ભૂકંપ. જાપાનમાં પણ સુનામીની ચેતવણી.

સ્પેશ્યલ થેન્ક્સ: પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢીને વિદ્યાર્થીઓને ફ્રી કરન્ટ અફેર્સ પૂરું પાડવા બદલ શ્રી એમ. કે. પ્રજાપતિ (ડેપ્યુટી કલેકટર)ના સહયોગ અને માર્ગદર્શન માટે.

19 જૂન: વર્લ્ડ સિકલ સેલ ડે. સિકલ સેલ રોગ જન્મ સમયે મળેલ એનીમિયાનું એક સ્વરૂપ છે, જેમાં લાલ રક્ત કોશિકાઓ શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન લઇ જઈ શકતી નથી.

યુકો બેંકના સ્થાપક ઘનશ્યામદાસ બિરલાના પ્રપૌત્ર યશવર્ધન બિરલાને બિરલા સૂર્યા લિ.ને 67.55 કરોડ રૂ.ની ચૂકવણી ન કરવા બદલ એ જ બેંકે ડિફોલ્ટર જાહેર કર્યો.

રાજસ્થાનના BJP સાંસદ ઓમ બિડલા લોકસભાના નવા અધ્યક્ષ હશે. તેઓ ૩ વારના ધારાસભ્ય છે અને બીજી વાર કોટા બુંદીમાંથી સાંસદ તરીકે ચૂંટાયા છે.