Help & Support   |   Register Now   |   Login Now     

ભારત, જાપાન, અમેરિકાની નૌસેના ગુઆમના તટ પર માલાબર 2018 અભ્યાસમાં ભાગ લેશે.

સંસ્કૃતિ મંત્રાલયે સેવા ભોજ યોજના શરૂ કરી. ઉદેશ્ય મફતમાં ભોજન આપતી સંસ્થાઓનો નાણાકીય બોજો ઓછો કરવો.

ચંદીગઢમાં એડવાન્સ્ડ ફોરેન્સિક લેબની સ્થાપના. ભારતની આવી પ્રથમ લેબ.

NTPC એ `સ્વચ્છ આઇકોનિક પ્લેસ` પરિયોજના અંતર્ગત હૈદરબાદનો ચાર મિનાર ગોદ લીધો.

3 જૂન: પ્રથમ વિશ્વ સાઇકલ દિવસ મનાવાયો.

કેરળના કાર્ટુનિસ્ટ થોમસ એન્ટનીએ શ્રેષ્ઠ કાર્ટુનની શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો.

લોહીમાંથી સ્ટેરોઈડ મળી આવતાં સંજીતા ચાનુ ડોપ ટેસ્ટમાં ફેલ.

2 જૂન: તેલંગણાનો ચોથો સ્થાપના દિવસ. આંધ્રપ્રદેશથી 29મા રાજ્ય તરીકે ગઠન.

વૈશ્વિક બાળપણ સૂચક્રાંક 2018માં ભારત 113મા સ્થાને. સિંગાપુર, સ્લોવેનિયા પ્રથમ ક્રમે. નાઇજીરીયા છેલ્લા ક્રમે.

IOC રાજ્ય સ્વામીત્વવાળી ભારતની સૌથી વધુ નફાકારક કંપની. ONGC બીજા નંબરે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લગાતાર ત્રીજા વર્ષે ભારતની સૌથી વધુ નફાકારક કંપની.