Help & Support   |   Register Now   |   Login Now     

દક્ષિણ આફ્રિકામાં ભારતવંશી ભૂતપૂર્વ સ્વતંત્રતા સેનાની કે. મૂનસામીનું નિધન.

EPFOએ હુડકો સાથે હાથ મિલાવ્યા. EPFOના સભ્યોને PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) હેઠળ સસ્તા મકાન ખરીદવાથી લોન સંબધી 2.67 લાખ રૂપિયા સુધીની સબસીડી મળશે.

રિલાયન્સ ડિફેન્સ લિ.એ એરોસ્પેસ કોમ્પોનન્ટસના ઉત્પાદન માટે ફ્રાન્સના દાહેર એરોસ્પેસ સાથે કરાર કર્યો.

ઈસરોએ PSLV દ્વારા કાર્ટોસેટ-2 શ્રેણીના એક ઉપગ્રહ અને 30 નેનો સેટેલાઈટ (29 વિદેશી, 1 ભારતીય)નું પ્રક્ષેપણ કર્યું. કાર્ટોસેટ-2 ટેરરિસ્ટ કેમ્પ અને બંકર્સ શોધવામાં મદદ કરશે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ બિહારના કાર્યકારી રાજ્યપાલ તરીકે શપથ લીધા.

ચીને અદ્રશ્ય પાટા પર ચાલનારી વિશ્વની પ્રથમ પાટારહિત ટ્રેન શરુ કરી.

આર્થિક બાબતો પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સહયોગી કેન્નેથ આઈ જસ્ટર ભારતમાં અમેરિકાના આગામી રાજદૂત હશે.

મર્સરના 23મા વાર્ષિક જીવિકા ખર્ચ સર્વે અનુસાર વિદેશીઓ માટે મુંબઈ ભારતનું સૌથી મોંઘુ શહેર. યાદીમાં મુંબઈ 57મા સ્થાને. અંગોલાની રાજધાની લુઆન્ડા સૌથી મોંઘુ શહેર.

શહેરી વિકાસ સચિવ રાજીવ ગાબાને આગામી ગૃહ સચિવ પસંદ કરવામાં આવ્યા. તેઓ રાજીવ મહર્ષિનું સ્થાન લેશે.

યુનિસેફે 19 વર્ષીય મુજૂન અલમેલ્લેહનને સૌથી નાની વયની સદભાવના રાજદૂત નિયુક્ત કરી. તે સંગઠનની પ્રથમ શરણાર્થી રાજદૂત પણ બની.