Help & Support   |   Register Now   |   Login Now     

ચીનના માઓશિન કાઉન્ટીમાં શિનમો ગામમાં પહાડ ધસી પડતાં 140નાં મોત.

ઇન્ટેલકેપનાં CEO નિશા દત્ત 7મા એશિયન એવોર્ડઝમાં ‘સોશિયલ ઇન્ટરપ્રીન્યુઅર ઓફ ધ યર’ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય મહિલા નેતા બન્યાં.

છતીસગઢમાં ઓપરેશન પ્રહાર શરુ કરાયું. 20 નકસલો ઠાર.

મોહમ્મેડન સ્પોર્ટીંગ ક્લબે ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી લ્તીફુદ્દીન નઝમને આ 126 વર્ષ જૂની ક્લબમાં યોગદાન આપવા બદલ શાન-એ-મોહમ્મેડન સન્માનથી નવાજ્યા.

હરિયાણાના મેવાત ક્ષેત્રનું એક ગામ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામે હવે ટ્રમ્પ સુલભ ગામ તરીકે ઓળખાશે.

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી કન્યા સશક્તિકરણની પહેલ ‘કન્યાશ્રી પ્રકલ્પા’ માટે સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા પુરસ્કારથી સન્માનિત.

ટીસીએસને પાછળ છોડીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફરીથી માર્કેટ કેપની દ્રષ્ટિએ સૌથી મૂલ્યવાન કંપની બની.

મોદી ત્રણ દિવસના પ્રવાસે. પોર્ટુગલ સાથે 11 કરાર પર હસ્તાક્ષર. પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટા ભારતીય મૂળના છે.

પેઈડ ન્યુઝ પાછળ ખર્ચેલી રકમ ચૂંટણી ખર્ચમાં બતાવ્યાના આક્ષેપ સાબિત થતાં મધ્યપ્રદેશના સિંચાઈ પ્રધાન નરોતમ મિશ્રા ચૂંટણી પંચ દ્વારા અયોગ્ય જાહેર.

નાસાએ તમિલનાડુમાં રહેતા ભારતીય કિશોરો દ્વારા વિકસિત ‘કલામસેટ’ નામના ઉપગ્રહને લોન્ચ કર્યો.