Help & Support   |   Register Now   |   Login Now     

રામમણી અય્યંગર મેમોરિયલ યોગ સંસ્થા, પુણેની યોગના વિકાસ અને પ્રચારમાં આપેલ તેમના યોગદાન માટે પ્રથમ વડાપ્રધાન યોગ એવોર્ડ માટે પસંદગી.

પ્લાઝમા ભૌતિકશાસ્ત્રી અને ભારતમાં થર્મો-ન્યુક્લિયર ફ્યુઝન ક્ષેત્રે દિગ્ગજ ગણાતા પ્રોફેસર પી. કે. કાવનું નિધન.

ભારતે ન્યાયમૂર્તિ દલવીર ભંડારીને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશ પદના ઉમેદવાર તરીકે નવ વર્ષના એક વધુ કાર્યકાળ માટે પસંદ કર્યા.

ટાટા ગૃપ તથા અમેરિકન એર કંપની લાકહીડ માર્ટીને F-16 લડાકુ વિમાન ભારતમાં બનાવવા માટે એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા.

શશિ શંકર દેશની સૌથી મોટી તેલ તથા ગેસ ઉત્પાદક કંપની ONGCના આગામી ચેરમેન તથા MD બનશે.

ભારત સંયુક્ત રાષ્ટ્ર TIR સંધિનું અનુમોદન કરનાર 71મો દેશ બન્યો.

મુંબઈની 114 વર્ષીય તાજમહેલ પેલેસ હોટેલ ટ્રેડમાર્ક ધરાવતી ભારતની પ્રથમ હોટેલ બની.

ફ્રાન્સના ટેનિસ ખેલાડી લુકાસ પાઉઇલેએ સ્ટટગર્ટ ઓપનના પુરુષ એકલ વર્ગનો ખિતાબ જીત્યો.

આર. માધવને દક્ષિણ ભારતીય ફિલ્મ ફેર પુરસ્કારોમાં તમિલ ફિલ્મ ‘ઈરુદ્ધિ સુત્તરુ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીત્યો.

સચિન તેંદુલકરના સાસુ અને સામાજિક કાર્યકર્તા બ્રિટિશ નાગરિક એન્નાબેલ મેહતા વંચિત વર્ગો માટે કામ અને સેવા બદલ MBE (મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર) પુરસ્કારથી સન્માનિત.