Help & Support   |   Register Now   |   Login Now     

વિશ્વ બેંકે ભારતમાં યુવાઓને કૌશલ તાલીમ માટે 25 કરોડ ડોલર્સની લોન મંજુર કરી.

દવા કંપની લ્યૂપીનના સંસ્થાપક અધ્યક્ષ દેશબંધુ ગુપ્તાનું નિધન.

ICC ટી-20 રેન્કિંગમાં વિરાટ કોહલી બેટ્સમેન્સની યાદીમાં ટોચ પર.

આઈડીએફસી લિ.એ સુનીલ કાકડને કંપનીને MD અને CEO નિયુક્ત કર્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેંડની યાત્રાએથી સ્વદેશ પરત ફર્યા.

મિહાઈ ટુડોસ રોમાનિયાના નવા વડાપ્રધાન ચૂંટાયા.

ભારતીય મુક્કેબાજ અંકુશ દહિયાએ મંગોલિયામાં ઉલાનબાતર કપ મુક્કેબાજી સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ વન ડે ઇન્ટરનેશનલમાં સતત સાતમી વખત 50થી વધુ રન કરનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની.

યશસ્વિની સિંહ દેસ્વાલે ISSF જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપ રાઈફલ/પિસ્ટલમાં મહિલા 10 મીટર એર પિસ્ટલમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

ભારતીય ખેલ પત્રકાર મહાસંઘે (SJFI) વર્ષના શ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર પીવી સિંધૂ અને વર્ષની શ્રેષ્ઠ ટીમનો પુરસ્કાર ભારતીય જુનિયર હોકી ટીમને આપવાનો નિર્ણય કર્યો.