Help & Support   |   Register Now   |   Login Now     

ડેમોક્રેટિક પાર્ટીનાં ઈલ્હાને હિજાબ પહેરીને કુર્રાનના શપથ લીધા. તેઓ આમ કરનાર પ્રથમ અમેરિકન મહિલા સાંસદ બન્યાં.

ટ્રમ્પવિરોધી મહિલા સાંસદ નેન્સી પેલોસી નીચલા ગૃહનાં અધ્યક્ષ બન્યાં. પેલોસી આ પદ પર ફરીથી પહોંચેલાં પ્રથમ મહિલા બન્યાં.

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે 20 દિવસની સવેતન રજા ફરજિયાત બનાવી.

કેન્દ્ર સરકારે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાય એવો નિર્ણય લીધો. અત્યાર સુધી ધો. 1થી 8માં શૂન્ય માર્ક્સ હોય તો પણ વિદ્યાર્થીઓને પાસ કરાતા હતા.

ચેતેશ્વર પૂજારા ઓસ્ટ્રેલિયામાં એક સીરિઝમાં 500થી વધુ રન કરનાર ત્રીજો ભારતીય બન્યો. આ પહેલાં કોહલીએ 692 અને રાહુલ દ્રવિડે 619 રન કર્યા હતા.

ઋષભ પંત ઓસ્ટ્રેલિયામાં સદી કરનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો. પંત ભારત બહાર સૌથી વધુ રન કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો.

ઋષભ પંત 21 વર્ષની વયે ટેસ્ટ ક્રિકેટમાં 2 સદી કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બન્યો.

AFC એશિયન કપ ફૂટબોલ ચેમ્પિયનશિપ UAEમાં શરૂ. 63 વર્ષ પહેલાં શરૂ થયેલ વિશ્વની બીજી સૌથી જૂની ચેમ્પિયનશિપ છે.

દૂરના તારાઓ, બ્લેક હોલ, આકાશી પિંડોમાંથી આવનાર એક્સ-રેનું વિશ્લેષણ કરવા અમેરિકાના વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિકાથી ‘એક્સ કૈબિલર’ ટેલિસ્કોપ લોન્ચ કર્યુ.

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌડી વચ્ચે ચિનાબ નદી પર બની રહેલ 359 મીટર ઊંચાઈ ધરાવતો, વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ આ વર્ષે તૈયાર થશે.