Help & Support   |   Register Now   |   Login Now     

ન્યુ હોરાઈઝન્સ યાને બ્રહ્માંડના અત્યાર સુધીના સૌથી દૂરના (6.25 અબજ કિ.મી.) અવકાશી પદાર્થ ‘અલ્ટિમા થૂલે’ ની મુલાકાત લેવાનો વિક્રમ સર્જ્યો.

ફેબ્રુઆરીમાં સોમનાથ મંદિરે 12 જ્યોતિર્લિંગ મહોત્સવ યોજાશે. તેમાં બારેય જ્યોતિર્લિંગના મુખ્ય પૂજારીઓ, ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો ભાગ લેશે.

HDFC મ્યુચ્યુઅલ ફંડ ICICI પૃડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડને પાછળ પાડીને દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) બની.

જસ્ટિસ આસિફ સઈદ ખોસા પાકિસ્તાન સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત.

IITના પ્રોફેસર જયંત કુમાર ઘોષ નેશનલ જિયોસ્પેશિયલ એવોર્ડ ફોર એકસેલન્સ 2017 (લાઈફ ટાઈમ એચીવમેન્ટ પુરસ્કાર)થી સન્માનિત.

પ્રમોદ કુમાર સિંહ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)ના સચિવ નિયુક્ત.

રાજકોટમાં RTP નામની એપના ઉપયોગથી પોલીસે મોબાઈલમાં ફોટો પાડીને ઈ-ચલણ ઇસ્યુ કરવાનું શરૂ કર્યુ.

યુગાન્ડાના જેકબ કિપ્લિમોએ 10 કિ.મી. રેસ 26:21 મિનિટમાં પૂરી કરી નવો રેકોર્ડ બનાવ્યો.

સચિન તેંદુલકરના કોચ પદ્મ શ્રી રમાકાંત આચરેકરનું નિધન. ઈ.સ. 1990માં ઉત્કૃષ્ઠ કોચ માટે ‘દ્રોણાચાર્ય પુરસ્કાર’ મેળવ્યો હતો.

પોર્ટબ્લેયરનું વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતમાં ઈમિગ્રેશન માટે અધિકૃત ચેક પોસ્ટ ઘોષિત.