Help & Support   |   Register Now   |   Login Now     

પાકિસ્તાનના પેશાવરમાં આવેલ પ્રાચીન હિંદૂ ધાર્મિક સ્થળ ‘પંજ તિરથ’ રાષ્ટ્રીય ધરોહર ઘોષિત. અહી પાણીના પાંચ કુંડો છે.

સંસદે મફત અને અનિવાર્ય બાળ શિક્ષણ અધિકાર (સુધારા) વિધેયક-2018 પસાર કર્યુ.

ચીનનું અંતરિક્ષ યાન ચાંગ E4 ચંદ્રના પાછળના ભાગે સફળતાપૂર્વક પહોંચ્યું.

છબીલેન્દ્ર રાઉલ રસાયણ અને ખાતર મંત્રાલયના ખાતર વિભાગના સચિવ નિયુક્ત.

અરુણિમા સિંહા માઉન્ટ વિનસન (એન્ટાર્કટિકાનું સૌથી ઊંચું શિખર) સર કરનાર વિશ્વની પ્રથમ દિવ્યાંગ મહિલા બની.

પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર દિબ્યેંદુ પાલિતનું નિધન. ઈ.સ. 1998માં નવલકથા ‘અનુભબ’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

નવી દિલ્હીમાં ‘ભારતીય પેનોરમા ફિલ્મ મહોત્સવ’ યોજાયો.

રાજકોટમાં ખંઢેરી ખાતે 1,250 કરોડ રૂપિયાના ખર્ચે AIIMS તૈયાર કરવામાં આવશે, જે 2022થી કાર્યરત થશે.

4 જાન્યુઆરી: વિશ્વ બ્રેલ દિવસ. બ્રેલ લિપિના શોધક લુઇસ બ્રેલનો જન્મ દિવસ.

ચીનના ચોંગકિંગ શહેરમાં 60000 ચો. ફૂટમાં દુનિયાનું પ્રથમ ઈ-સ્પોર્ટ્સ સ્ટેડિયમ ‘ઝોંગશિયાન’ બનાવાયું.