Help & Support   |   Register Now   |   Login Now     

‘ઓપરેશન ઓલઆઉટ’ અંતર્ગત કાશ્મીરનો બારામુલ્લા જિલ્લો આતંકવાદીઓથી મુક્ત જાહેર. કાશ્મીરનો એવો પ્રથમ જિલ્લો છે જ્યાં એક પણ આતંકવાદી જીવિત નથી.

PM મોદીએ મદુરાઈમાં રૂપિયા 1,264 કરોડના ખર્ચે તૈયાર થનારી 750 પથારીની એઈમ્સ હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો.

ગુજરાતના ટેનિસ ખેલાડી જેવ જાવિયાએ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં અંડર-17ની કેટેગરીમાં ગોલ્ડ જીત્યો.

સ્મૃતિ મંધાના ટોચના ચાર દેશો ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની.

સુમન કુમારી પવન બોડાણી પાકિસ્તાનમાં સિવિલ જજ તરીકે નિયુક્ત થનાર હિંદુ સમુદાયનાં પ્રથમ મહિલા જજ બન્યાં.

1998થી 2004 વચ્ચે વાજપાઈના સમયમાં રક્ષામંત્રી રહેલા જ્યોર્જ ફર્નાન્ડીઝનું અલ્ઝાઈમરથી નિધન. 1998માં પોખરણ પરમાણુ પરીક્ષણ અને 1999માં કારગિલ યુદ્ધની દેખરેખ કરી હતી.

DRDO દ્વારા ન્યુ જનરેશન એન્ટી-રેડિએશન મિસાઈલ (NGARAM)નું સફળતાપૂર્વક પરિક્ષણ. દુશ્મનની રડાર, ટ્રેકિંગ સિસ્ટમ અને કોમ્યુનિકેશન સુવિધાઓ નષ્ટ કરવામાં સક્ષમ.

ઓક્સફર્ડ ડીક્ષનરીએ ‘નારી શક્તિ’ને વર્ષ 2018નો હિન્દી શબ્દ ઘોષિત કર્યો.

પૂનમ ખેત્રપાલ સિંહ WHOના દક્ષિણ-પૂર્વીય એશિયાનાં ક્ષેત્રીય નિર્દેશક બનનાર પ્રથમ મહિલા બન્યાં.

ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ્સ ખિતાબ જીત્યો.