Help & Support   |   Register Now   |   Login Now     

શંકરસિંહ વાઘેલા એનસીપીમાં સામેલ. રાષ્ટ્રીય મહામંત્રી પદ અપાયું.

નાસાના પાર્કર સૌર પ્રોબે સૂર્યની આસપાસ તેની બીજી પરિક્રમા શરૂ કરી. તેણે 19 જાન્યુઆરીના રોજ પોતાની પ્રથમ પરિક્રમા 161 દિવસમાં પૂર્ણ કરી હતી.

ગણતંત્ર દિવસ પરેડમાં ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ટેબલોએ પોતાની ‘કિસાન ગાંધી’ થિમ માટે પ્રથમ પુરસ્કાર જીત્યો.

જાપાનને પાછળ ધકેલી ભારત દુનિયાનો બીજો સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક દેશ બન્યો. ચીન સ્ટીલ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે.

25મા સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ (SAG) એવોર્ડ્સ: બેલ્ક પેન્થર - શ્રેષ્ઠ ફિલ્મ, રામી માલેક - શ્રેષ્ઠ અભિનેતા, ગ્લેન ક્લોઝ - શ્રેષ્ઠ અભિનેત્રી.

અમેરિકાએ વેનેઝુએલાની સરકારી ઓઈલ કંપની PDVSA પર પ્રતિબંધ મૂક્યો.

ભારતનો અંબાતી રાયુડુ શંકાસ્પદ ગતિવિધિને કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બોલિંગ માટે પ્રતિબંધિત.

વિડીયોકોન ગૃપને 3,250 કરોડની લોન આપવાના કેસમાં અનિયમિતતા મુદ્દે CBIએ ICICI બેંકનાં પૂર્વ ચેરપર્સન ચંદા કોચર વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો.

બ્રિટનની એકાઉન્ટન્સી ફર્મ ડેલોય અનુસાર સ્પેનની રિયલ મેડ્રિડ દુનિયાની સૌથી અમીર ફૂટબોલ ક્લબ.

દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું.