Help & Support   |   Register Now   |   Login Now     

SBIના ચેરમેન અરુંધતિ ભટ્ટાચાર્ય દ્વારા બેંગલુરુમાં ‘એસબીઆઇ ઈનકયુબ’ નામની બેન્કની સ્થાપના. આ એક એવી શાખા જે માત્ર નવા ઉદ્યોગપતિઓને સમર્પિત છે.

બ્રિટિસ અભિનેતા એલન રિકમેનનું લંડનમાં નિધન. તેમણે હેરી પોર્ટરમાં પ્રોફેસર સ્નેપનો વેશ ભજવ્યો હતો.

ભારતની સાનિયા મિર્ઝા અને સ્વિટઝરલેંડની માર્ટિના હિંગિસની જોડીએ ડબલ્યુટીએ સીડની ઈન્ટરનેશનલ ટેનિસમાં ફાઈનલમાં પહોચવાની સાથે જ ડબલ્યુટીએ ટૂરમાં લગાતાર 29મી જીત મેળવીને ઈતિહાસ રચ્યો.

યૂનિવર્સલ એકાઉન્ટ નંબર ઈસ્યુ કરવા બદલ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) ઇ-ગવર્નન્સ 2015-16 માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યું.

દ. ભારતીય રાજ્ય કેરળ 100% પ્રાથમિક શિક્ષણના લક્ષ્યને હાંસિલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું.

1971 ભારત પાક. યુદ્ધમાં મહત્વનો ભાગ ભજવનાર લેફ્ટનન્ટ જનરલ જે એફ આર જૈકબ (નિવૃત્ત) નું નિધન. નિવૃત્તિ પછી તેઓ ગોવા અને પંજાબના રાજયપાલ રહી ચૂક્યા છે.

અમિતાભ બચ્ચનને કોલકાતાના ફૂટબોલ ક્લબ મોહમ્મદ સ્પોર્ટિંગના આજીવન સભ્ય બનાવાયા.

સરકારે 90000 કરોડની મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાની દેખરેખ માટે નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પાનગડિયાની અધ્યક્ષતામાં પાંચ સદસ્યીય સમિતિની રચના કરી.

રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 122 દડામાં સદી ફટકારી. રોહિત શર્મા પર્થના મેદાનમાં સદી મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો.

પઠાનકોટમાં પાકિસ્તાન આતંકી હમલા પછી રાજસ્થાનના જેસલમેરમાં બીએસએફ દ્વારા ઓપરેશન સર્દ હવા શરૂ કરવામાં આવ્યું.