Help & Support   |   Register Now   |   Login Now     

ઓસ્ટ્રેલિયન ઓપનમાં જર્મનીની એંજેલિક કર્બરે મહિલા એકલનો, સર્બિયાના નોવાક જોકોવિચે પુરુષ એકલનો એવોર્ડ જીત્યો.

કુડનકુલમ પરમાણુ ઊર્જા યોજનામાં નોધપાત્ર ભૂમિકા નિભાવનાર યોજના નિર્દેશક રમય્યા શનમુદા સુંદરને રશિયાના વિશેષ સન્માન ‘ઓર્ડર ઓફ ફ્રેંડશિપ’થી સન્માનિત કરાયા.

ભારતની મહિલા ક્રિકેટ ટીમે મેલબર્ન ક્રિકેટ મેદાન, ઓસ્ટ્રેલિયામાં બીજા ટી-20 મુકાબલામાં ઓસ્ટ્રે. સામે ટી-20 શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો.

સાનિયા મિર્ઝા અને માર્ટિના હિંગિસની જોડી પ્રથમ વાર ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બની.

કેન્દ્રીય સંસ્કૃતિ તેમજ પ્રવાસન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડો. મહેશ શર્માએ લાલા લજપતરાય પર 150 રૂપિયાનો એક સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો.

વન્ય જીવ ફિલ્મ નિર્માતા નરેશ બેદીને વી શાંતારામ લાઈફટાઈમ એવોર્ડ.

ઉત્તરપ્રદેશની મહિલા પોલીસ અધિકારી અપર્ણા કુમાર એન્ટાર્કટિકાની સૌથી ઊંચી ટોચ માઉન્ટ વિનસન મૈસિફ પર ચઢાણ કરનાર પહેલી ભારતીય સિવિલ સેવક બની.

પ્રથમ 20 સ્માર્ટ સીટીની જાહેરાતમાં ગુજરાતનાં બે શહેરો સુરત અને અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો.

વર્ષ 2015ના આંકડાના આધારે ભારત દુનિયાનો સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ બન્યો છે. આ પહેલાં આ સ્થાન પર થાઈલેન્ડ હતું.

આઇસીસી દ્વારા જાહેર થયેલ રેન્કિંગ પ્રમાણે ભારતના રવિચંદ્રન અશ્વિન આઈસીસીની નવી ટેસ્ટ રેન્કિંગમાં ઓલ-રાઉન્ડરોની યાદીમાં ટોચના સ્થાને.