Help & Support   |   Register Now   |   Login Now     

વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીની સૌથી મોટી અવિભાજ્ય (પ્રાઇમ) સંખ્યાની શોધ કરી. પ્રાઇમ સંખ્યાનું નામ  ‘એમ 74207281' આપવામાં આવ્યું. જેમાં 2.20 કરોડથી પણ વધારે આંકડા છે.

સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈનાં પત્ની, જાણીતા શાસ્ત્રીય નૃત્યાંગના, પદ્મભૂષણ મૃણાલિનિ સારાભાઈનું અવસાન થયું. મૃણાલિનિ સારાભાઈ ભારતનાટ્યમ અને કથકલીમાં પારંગત હતાં.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા એમઆરએફ ટાયર્સ તેના વૈશ્વિક ભાગીદાર તરીકે જાહેર. આ માટે ચાર વર્ષના કરાર પર સમજૂતી.

મુંબઇમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની ફાઈનલમાં ઉત્તર પ્રદેશે પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી.

મચ્છર આધારિત જીકા વાયરસ જાન્યુઆરી 2016માં ચર્ચામાં. આ વાયરસ અમેરિકન મહાદ્વીપથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસથી માઈક્રોસીફેલી નામની બીમારી થવાની સંભાવના છે.

ઇસરોએ આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી ભારતના પાંચમા નેવિગેશન સેટેલાઇટ IRNSS-1 (ભારતીય પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ)નું પીએસએલવી લોન્ચ વ્હિકલ સી -31 દ્વારા સફળતાપૂર્વક લોંચિંગ કર્યું.

સહારા ફોર્સ ઈન્ડિયા એકેડેમીના ખેલાડી જેહાન દારૂવાલાએ ન્યુઝીલેન્ડની પ્રખ્યાત મોટર સ્પોર્ટ ટ્રોફી ‘લેડી વિગ્રામ ટ્રોફી’ જીતી.

રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદની પ્રીમિયર બેડમિંટન લીગ (પીબીએલ) 2017ના નવા કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી.

મહેન્દ્રસિંહ ધોનીને IPL સીઝન 2016 માટે સંજીવ ગોયનકાની રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટસ  ટીમના કપ્તાન બનાવાયા.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ યુનિસેફ અને બીસીસીઆઇ સાથે મળીને ‘ક્રિકેટ ફોર ગુડ’ અને ‘ટીમ સ્વચ્છ અભિયાન’નો સુભારંભ કર્યો.