Help & Support   |   Register Now   |   Login Now     

તેલંગાણા દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું કે જેમાં સ્નાતક સ્તરે જાતીય શિક્ષણ અનિવાર્ય કરવામાં આવ્યું. તે માટે ‘Towards a worlds of equals’ નામનું દ્વિભાષી પુસ્તક બહાર પડાયું.

આર્જેન્ટિના અને બાર્સેલોના ક્લબના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ રેકોર્ડ પાંચમી વાર ફીફા બેલોન ડીઓર પુરસ્કાર જીત્યો.

મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ભારતીય યુદ્ધ જહાજ માટે છત્તીસગઢમાં ભિલાઈ કારખાનામાં જ સ્ટીલ તૈયાર કરવામાં આવશે. અત્યાર સુધી રશિયાથી આવતું હતું.

73મા ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર વિજેતા : સર્વશ્રેષ્ઠ અભિનેતા : લિયોનાર્ડો ડી કૈપ્રિયો, સર્વશ્રેષ્ઠ ફિલ્મ : દ રેવેનાંટ, સર્વશ્રેષ્ઠ નિર્દેશક : એલેજાંદ્રો એનારિંટૂ.

ફ્લિપકાર્ટે બિન્ની બંસલને પોતાના નવા સીઇઓ નીમ્યા.

ICC દ્વારા મનીગ્રામ ઈન્ટરનેશનલને ઈવેન્ટ પાર્ટનર બનાવવાનું જાહેર કરાયું. આ સમજૂતી 8 વર્ષ (2016 થી 2023) માટે કરવામાં આવી.

કેન્દ્ર સરકારે જમ્મુ-કશ્મીરમાં રાજયપાલ શાસન લાગુ કરવાનું જાહેર કર્યું. મુખ્યમંત્રી મુફતી મોહમ્મદ સઈદના અચાનક મૃત્યુ બાદ નવી સરકાર રચવામાં સમય લાગતાં આ નિર્ણય લેવામાં આવ્યો.

વિશ્વની પ્રથમ મહિલા ફોર્મુલા વન ચાલક મારિયા ટેરેસા ડી ફિલિપ્સનું ઈટાલીમાં નિધન.

સાનિયા મિર્ઝા અને માર્ટિના હિંગિસની જોડીએ WTA બ્રિસબન ટેનિસ ટ્રોફી જીતી.

ચીનની પત્રિકા હુરૂન દ્વારા બહાર પડાયેલ રિપોર્ટ અનુસાર વિપ્રોના સ્થાપક અજીમ પ્રેમજી દાનીઓમાં પ્રથમ સ્થાને.