Help & Support   |   Register Now   |   Login Now     

વિશ્વ પર્યટન સંગઠન અનુસાર 2015માં આંતરરાષ્ટ્રીય પર્યટકોના આગમનમાં 4.4%નો વધારો થયો.

નરેન્દ્ર મોદીએ દિલ્લીમાં સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાનનો શુભારંભ કર્યો. તેના માટે 10000 કરોડ રૂપિયાનો એક સ્ટાર્ટ અપ ફંડ બનાવાશે.

61મા ફિલ્મફેર એવોર્ડના વિજેતા : શ્રેષ્ઠ ફિલ્મ : બાજીરાવ મસ્તાની, શ્રેષ્ઠ અભિનેતા : રણવીર સિંહ (બાજીરાવમસ્તાની), શ્રેષ્ઠ અભિનેત્રી : દીપિકા પાદુકોણ (પીકૂ)

સાનિયા મિર્ઝા અને માર્ટિના હિંગિસની જોડીએ WTA એપિયા ઈન્ટરનેશનલ ટેનિસ ટ્રોફી જીતી

જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, 2015, 15 જાન્યુઆરી 2016થી દેશમાં લાગુ. આ અંતર્ગત 16 થી 18 વર્ષના કોઈ પણ માઈનોરને કોઈ પણ ઘોર અપરાધમાં સામેલ થવા પર તેને પુખ્ત ગણવામાં આવશે.

ભારત સરકાર દ્વારા વર્ષ 2014-15 ના કૃષિ કર્મણ પુરસ્કાર સ્વરૂપે લગાતાર ચોથી વખત મધ્યપ્રદેશની પસંદગી.

સાઉદી અરબે 25 વર્ષ પછી જાન્યુઆરી 2016માં ઈરાક સ્થિત બગદાદમાં પોતાનું દૂતાવાસ (Embassy) ફરીથી પ્રારંભ કર્યું.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને લાઈબેરિયાને ઈબોલા મુક્ત જાહેર કર્યો. આ સાથે પશ્ચિમ આફ્રિકા પૂર્ણ રીતે ઈબોલા મુક્ત થયો.

આરબીઆઇ દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં ATM પર દરેક પ્રકારની બેંકિંગ સુવિધા આપવાની પરવાનગી અપાઈ. જેમાં લોન અરજી, ડ્રાફ્ટ, રેલવે ટિકિટ, વીજળી-પાણી બિલ જમા કરવા વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાનાં પત્નિ જાગૃતિ પંડ્યા ‘બાળ અધિકાર આયોગ’નાં અધ્યક્ષ બન્યાં.