Help & Support   |   Register Now   |   Login Now     

67મા પ્રજાસત્તાક દિવસ પર ભારતના પ્રથમ એરક્રાફ્ટ કેરિયર (વિમાન વાહક જહાજ) આઈએનએસ વિક્રાંતના સ્મારકનું મુંબઇમાં અનાવરણ.

આંતરરાષ્ટ્રીય સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે ભ્રષ્ટાચાર પર કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ-2015 અનુસાર 168 દેશોમાં ભારત 76મા ક્રમે છે. ડેનમાર્ક પ્રથમ સ્થાને.

આઇસીસી ટેસ્ટ રેંકિંગમાં ભારત 110 નંબર સાથે ફરીથી ટોચના સ્થાને. ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને.

ધ યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (UNESCAP) રિપોર્ટ અનુસાર વર્ષ 2016માં ભારત દુનિયાની સૌથી ઝડપી વિકાસ કરનાર મોટી અર્થવ્યવસ્થા.

પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું. રાષ્ટ્રપતિ શાસન કલમ ૩૫૬ જ્યારે રાજ્યમાં વ્યવસ્થા કે તંત્ર ભાંગી પડે કે કાર્યરત ન રહી શકે ત્યારે લાગુ થાય

ભારતીય ક્રિકેટ ટીમે કોચ્ચીમાં રમાયેલ રમતમાં પાકિસ્તાનને હરાવીને પ્રથમ દ્રષ્ટીહીન ટી-20 એશિયા કપ ટાઇટલ જીત્યું.

ગુજરાત વિધાનસભાનાં પહેલાં મહિલા ડે. સ્પીકર નિર્મલા ગજવાનીનું નિધન.

પર્યાવરણવિદ રવિ ચેલ્લમ ગ્રીનપીસ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા.

સૂર્યમંડળમાં નવમા ગ્રહની હાજરીના સંકેતો મળ્યા. તેને હાલ 'પ્લેનેટ નાઈન' નામ આપવામાં આવ્યું છે. પ્લુટોને ગ્રહની શ્રેણીમાથી હટાવ્યા પછી સૂર્યમંડળમાં આઠ ગ્રહ જ બાકી રહ્યા છે.

વૈજ્ઞાનિકોના એક જૂથે ભારત-ચીન સીમા પર પક્ષીની નવી પ્રજાતિની શોધ કરી, જેને ‘જૂથેરા સલીમ અલી’ નામ આપવામાં આવ્યું. સલીમ અલી ભારતના પ્રખ્યાત પક્ષી વૈજ્ઞાનિક હતા.