Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય મૂળના અરવિંદ કૃષ્ણા ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ (IBM)ના આગામી CEO નિયુક્ત.

અજય બિસારિયા કેનેડામાં ભારતના હાઈકમિશનર નિયુક્ત.

એમ. અજિતકુમાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડિરેક્ટ ટેક્સીઝ (CBIC)ના ચેરમેન નિયુક્ત.

હરિયાણાના ફરીદાબાદમાં 34મો સુરજકુંડ ઇન્ટરનેશનલ ક્રાફ્ટ્સ ફેર શરૂ. ઉઝબેકિસ્તાન પાર્ટનર કન્ટ્રી, થીમ સ્ટેટ તરીકે હિમાચલ પ્રદેશ.

WHOએ ચીનમાં ફેલાયેલ કોરોના વાઈરસને કારણે આંતરરાષ્ટ્રીય કટોકટી જાહેર કરી.

નેશનલ શૂટિંગ ટ્રાયલમાં ઓલિમ્પિયન અયોનિકા પોલે વિમેન્સ 10 મીટર એર રાઈફલ T1 ચેમ્પિયનશિપ જીતી, જ્યારે વિજયવીર સિદ્ધૂએ મેન્સ 25 મીટર પિસ્ટલ T2 ચેમ્પિયનશિપ જીતી.

આયરીશ કમ્પોઝર એમીયર નૂન ઓસ્કારમાં ઓરકેસ્ટ્રા આયોજિત કરનાર પ્રથમ મહિલા બની.

ગૂગલે ભારતમાં ન્યુઝ લિટરેસીને પ્રોત્સાહન આપવા માટે એક મિલિયન ડોલર્સની ગ્રાન્ટની જાહેરાત કરી.

સંજના કપૂર થિયેટર ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન માટે પ્રતિષ્ઠિત ફ્રેન્ચ સન્માન ‘શેવેલીયર ડેન્સ એલ’ઓર્ડર ડેસ આર્ટ્સ એટ ડેસ લેટ્ટર્સ’ (નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટ્ટર્સ)થી સન્માનિત.

નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડે મેન્સ ટાઈટલ અને રેલવે ટીમે વિમેન્સ ટાઈટલ જીત્યું.